બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડતાં ખેડૂતે બનાવેલો રમુજી વિડીયો વાયરલ થયો

- Advertisement -
Share

 

બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડતાં ખેડૂતે બનાવેલો રમુજી વિડીયો વાયરલ થયો છે ચાલુ સિઝનમાં બટાટાના ભાવ તળીયે બેસી જતા નવરા બેઠેલા ખેડૂતોએ બટાકાના ભાવ કેવા રહેશે તે મામલે માતાજી આગળ વેણ-વધાવો માગતા હોવાનો રમુજી વિડીયો બનાવ્યો હતો જે બનાસકાંઠા જિલ્લામાં વાઈરલ થઇ રહ્યો છે.

 

 

બનાસકાંઠામાં ચાલુ વર્ષમાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગત વર્ષે બટાટામાં ઐતિહાસિક ભાવ વધારો થયો હતો અને જે બટાકાનો ભાવ હોલસેલ 8 થી 10 રૂપિયા રહેતો હતો તે જ બટાકા હોલસેલ માર્કેટ 30 થી 40 રૂપિયા થઈ ગયો હતો જોકે આ વર્ષે પણ સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ મબલખ બટાકાનું વાવેતર કર્યું હતું.

 

 

પરંતુ બટાકા નીકાળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ખેતરમાં નવરા બેઠેલા કેટલાક ખેડૂતોએ ટીખળ કરતો એક રમુજી વિડીયો બનાવ્યો હતો જેમાં બે ખેડૂતો ખેતરમાં બેસી માતાજી આગળ બટાકાના ભાવમાં શું વધારો થશે કે નહિ તે માટે વેણ વધાવો માંગી રહ્યા છે અને અને બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને આ વખતે પણ રોવાનો વારો આવશે એવું વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે, અત્યારે ભાવ ન મળતા ખેડૂતોની હાલત તો કફોડી છે પણ ખેડૂતે બનાવેલો આ રમુજી વિડીયો જોઈને લોકો આનંદ ઉઠાવી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!