ભાભરના ખારા ગામ પાસે ઈકો ગાડી અને આઇશર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : એકનુ મોત એક ઘાયલ

- Advertisement -
Share

ભાભર પંથકમાં અકસ્માતોની વણઝાર છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વાહનો સાથે નાના વાહનો ટકરાતા અકસ્માતો સર્જાવા પામ્યા છે તેમાં અનેક યુવા જિંદગીઓ મોતની નીપજવા પામ્યા છે.

 

 

ત્યારે મંગળવારના મોડી સાંજે ભાભરથી 5 કિલોમીટર ખારા ગામ નજીક એક આઈસર ટ્રક ગાડી સાથે ઈકો ગાડી ટકરાતાં ભૂકો થઈ ગયો હતો અને ગમખાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો ગાડીનો ચાલક ઠાકોર પથુભાઈ ઈશ્વરભાઈ ઉં.વ આશરે 25 રહેવાસી તીથ ગામ તાલુકો વાવવાળાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.

 

 

તેમજ ઈકો ગાડીમાં સવાર રમેશભાઈ મંજીભાઈ દલીત ઉં.વ – 32 રહે દેથળી તાલુકો વાવ વાળાને ઈજા થવા પામી હતી તેને CHC ખાતે સારવાર આપવામાં આવી હતી અને મૃતકને P.M માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા ઘટના સ્થળે ભાભર પોલીસ પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!