સગીરાએ 181 સમક્ષ નિવેદન આપ્યું, પરિવાર ફરિયાદ કરવા આવ્યો જ નહીં
બનાસકાંઠાની બે સગીરા સાથે બનેલી ઘટનાઓ લાલબત્તી સમાન છે દુષ્કર્મીઓએ બે સગીરાને હવસનો શિકાર બનાવતા હાહાકાર મચી ગયો છે. જેમાં પાલનપુર નજીકના એક ગામની સગીરાનું રવિવારે રાત્રે ઉત્તર પ્રદેશના ત્રણ શખ્સોએ અપહરણ કર્યુ હતુ અને ગેરેજમાં લઇ જઇ એક જણાંએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તો બીજી તરફ દિયોદરમાં ગેંગરેપનો ભોગ બનેલી સગીરાને મહિલા દિવસે જ ન્યાય મળ્યો હતો. તેણીની ઉપર ગેંગરેપ કરનારા 5 આરોપીઓને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.
પાલનપુર નજીક આવેલા એક ગામની સગીરા સાથે મધરાત્રે દુષ્કૃત્યનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. પાલનપુરથી 8 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ હાઇવે નજીકના ગામની એક સગીરા રવિવારે મધરાત્રે પોતાના ઘર આગળ લઘુશંકા કરવા માટે ગઇ હતી. તે સમયે સફેદ કલરની કાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના ત્રણ શખ્સો કારમાં નાખી અપહરણ કર્યુ હતુ અને ચાર કિલોમીટર દૂર ગેરેજમાં લઇ જઇ અંજુમ નામના શખ્સે તેને પીંખી નાખી હતી. અને બેભાન અવસ્થામાં ગેરેજ નજીક ફેંકી દઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે તેણીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં નિવેદન લખાવ્યું હતુ જોકે આ બનાવ અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.
સગીરાએ પાલનપુર 181 મહિલા હેલ્પલાઇના કાઉન્સેલર જીનલબેન પરમાર અને એ.એસ.આઇ કોકિલાબેન પુરોહિત સમક્ષ નિવેદન લખાવ્યું હતુ. જેમાં જણાવ્યું હતુ કે, સોમવારે મધરાત્રે 1.00 વાગ્યાના સુમારે તે લઘુશંકા કરવા માટે ઘરની બહાર નીકળી હતી તે વખતે સફેદ કલરની કારમાં આવેલા ત્રણ શખ્સોએ અચાનક મોં દબાવી કારમાં નાખી 4 કિલોમીરટ દૂર આવેલા એક ગેરેજમાં લઇ ગયા હતા. જ્યાં બે જણાં બહાર ઉભા રહ્યા હતા. જે ત્રણેય હિન્દી ભાષામાં વાતચીત કરતા હતા ગેરજમાં લઇ ગયા બાદ બે શખ્સો બહાર રહ્યા હતા.
પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં બનેલા રેપના કિસ્સા અંગે પીડિત સગીરાના પરિવારજનો સવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. જેઓ બપોરે પરત ગયા પછી આવ્યા નથી. ફરિયાદ નોંધાવશે તો ગૂનો નોંધવામાં આવશે. બી.આર. પટેલ ( પીએસઆઇ, તાલુકા પોલીસ મથક) એક મહિનામાં દુષ્કર્મ, અપહરણના 9 કેસ નોંધાયા બનાસકાંઠા જિલ્લામાં યુવતીઓ – સગીરાઓ ઉપર દુષ્કર્મ અપહરણના કેસ નોંધાઇ રહ્યા છે.
જેમાં છેલ્લા એક મહિનામાં અપહરણના પાલનપુરમાં 1, અમીરગઢમાં 1, પાંથાવાડામાં 1, ડીસામાં 1, વડગામમાં 1, જ્યારે દુષ્કર્મના કેસોમાં અંબાજીમાં 1, ડીસામાં 2 અને દિયોદરમાં 1 મળી કુલ 9 કેસો નોંધાયા હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતુ.
ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પી.એસ.આઈ એ કહ્યું કે પાલનપુરના ગ્રામિણ વિસ્તારમાં બનેલા દુષ્કર્મના કિસ્સામાં ભોગ બનનારનું નિવેદન લઇ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સગીરાની માતા ગેરેજ નજીક આવેલી એક પ્લાસ્ટીકની બોટલ બનાવવાની ફેકટરીમાં મજુરી અર્થે જતી હતી. જેની સાથે આ સગીરા પણ જતી હતી. દરમિયાન ગેરેજમાં કામ કરતાં ઉત્તર પ્રદેશના ત્રણેય શખ્સોએ તેણીની ઉપર નજર બગાડી અપહરણ કર્યુ હતુ.
સગીરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હતો. જે બાદ તેણી મામાના ઘરે રહેતી હતી અને થોડાક સમય અગાઉ પોતાના માતા – પિતા પાસે રહેવા આવી હતી.
સગીરા ઉપર એક શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો જે બાદ મદદગારી કરનારા બે મળી ત્રણેય જણાં તેણીને બેભાન અવસ્થામાં ગેરેજ નજીક ફેંકી દઇ ફરાર થઇ ગયા હતા. દરમિયાન રાત્રે 1.00 કલાકના સુમારે બાજુના કોમ્પલેક્ષના ચોકીદાર જે સગીરાના ગામનો જ હોઇ તેણીને બેભાન અવસ્થામાં પડેલી જોઇ તેણીના પિતાને ફોન કરી જાણ કરી હતી આથી શોધખોળ કરતાં પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા.
From – Banaskantha Update