પાલનપુર મુકામે બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને દિકરી સંમેલન યોજાયું

- Advertisement -
Share

વિવિધ ક્ષેત્રોમાં દિકરીઓની સિધ્ધિઓથી દેશ ગૌરવ અનુભવે છેઃ સ્ત્રી સશક્તિકરણથી જ શક્તિશાળી રાષ્ટ્રિનું નિર્માણ થાય છે – કલેકટર આનંદ પટેલ

 

 

બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત પાલનપુર મુકામે આર.કે.પટેલ કન્યા વિધાલય કેમ્પસમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને દિકરી સંમેલન યોજાયું હતું. જેમાં ગયા વર્ષે ધોરણ – 10 અને 12 માં તાલુકાકક્ષાએ એકથી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી વિધાર્થીનીઓનું કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

આ પ્રસંગે વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે આજે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોમાં દિકરીઓએ સિધ્ધિઓના સોપાનો સર કર્યા છે. દિકરીઓની સિધ્ધિઓથી દેશ ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે, સ્ત્રી સશક્તિકરણથી જ શક્તિશાળી રાષ્ટ્રેનું નિર્માણ થાય છે ત્યારે આપણા બાળકો વચ્ચે દિકરા- દિકરીનો ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ અપાવી આવતીકાલને સુખી અને સમૃધ્ધ બનાવીએ.

 

 

શિક્ષણથી જ સમાજમાં માન – સન્માન મળતું હોય છે ત્યારે આપણી દિકરીઓને સંસ્કારયુક્ત શિક્ષણની સાથે સાચી દિશામાં આગળ વધવા પ્રેરણા આપીએ. કલેકટરએ કહ્યું કે, દિકરીઓ માતા-પિતા અને સમાજની વિશેષ ચિંતા કરતી હોય છે. દિકરીઓને શારીરિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવી તંદુરસ્ત અને શ્રેષ્ઠષ સમાજની રચના કરીએ. જેનાથી ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ થાય. તેમણે સ્વચ્છતા પર ભાર મુકતા જણાવ્યું કે સ્વસ્થતાની સાથે સ્વચ્છતા પણ ખુબ જરૂરી છે.

 

 

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે પધારેલા શેઠ એમ. એન. લો કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ર્ડા. અવનીબેન આલે વિધાર્થીનીઓને આજના સયમમાં આગળ વધવા અંગે વિસ્તૃત માર્ગદર્શન સહિત મહિલાઓને લગતા કાયદાઓ અંગે માહિતી આપી હતી.

 

 

આ પ્રસંગે દિકરીઓને સેનેટરી પેડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા, અનિષાબેન પ્રજાપતિ સહિત અધિકારીઓ, શાળાના આચાર્ય સહિત સ્ટાફ અને વિધાર્થીનીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!