બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં જીરાના પાકને આગ લગાવી હોળી કરવામાં આવી. થરાદના ખેડૂતને પોતાના ત્રણ એકરના જીરાના પાકમાં બગાડ આવતા પાકમાં લગાવી આગ.
થરાદના એક ખેડૂતને પોતાના ખેતરના પાકમાં બગાડ આવ્યો જેથી તેના ખેતરમાં ત્રણ એકર જીરાના પાકમાં બગાડ આવતા ખેડૂતે પોતે જ પાકમાં લગાવી દીધી આગ. ખેતરના પાકમાં રોગ આવતા થરાદના કંટાળેલા ખેડૂતે પાકની કાપણી કરીને આગ ચોપી હોળી કરી નાખી.
જીરાના પાકમાં બગાડ આવતા થયેલ મોટા નુકસાનથી ખેડૂત ત્રાહિમામ, ગત વર્ષે લોકડાઉનથી અને ચાલુ વર્ષે પાકમાં રોગથી નુકસાન થતા ગરીબ ખેડૂતોની હાલત કફોડી બની હતી. પોતાના જ ખેતરમાં પાકને આગ લગાવતા ખેડૂત ગળગળો બની ગયો હતો. ખેડૂતને આખા વર્ષની સંપૂર્ણ આવક નાશ થતા પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું.
From – Banaskantha Update