પાલનપુર માલ ગોડાઉનમાં અનાજની ઘટ બતાવી રૂપિયા 1.91 કરોડનું કૌભાંડ આચરનારા ગોડાઉન મેનેજર, શકમંદ ગોડાઉનના ડીલેવરી કોન્ટ્રાક્ટર અને ઓડિટર સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
જેની તપાસ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.પાલનપુર સ્થિત માલ ગોડાઉનમાં 15 દિવસ પૂર્વે ગાંધીનગર વિઝીલન્સ દ્વારા પાંચ દિવસની ઓચિંતી તપાસમાં અનાજના જથ્થામાં મોટી ઘટ હોવાનું બહાર આવ્યું હતુ.
જેમાં ઇન્ચાર્જ મેનેજર નાગજીભાઇ પી. રોત તેમજ શકદાર ડોરસ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટર એમ. બી. ઠાકોર (ટ્રાન્સપોર્ટર) અને કિરણ એન્ડ પ્રદિપ અેસોસિએટના પ્રતિનિધિ (સી.એ.) વિશાલ પંછીવાલા (ગોડાઉન રેકર્ડની ઓડિટ કરનાર)એ ભેગામળી ઘઉ તેમજ ચોખાનો રૂપિયા 1,91,83,690ના જથ્થાની ઘટ બતાવી એટલી રકમની ઉચાપત કરી હતી.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ જીલુજી ચાવડાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસ હવે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
From – Banaskantha Update