બનાસકાંઠાનો GRD જવાન બન્યો રીઅલ હીરો : બેન્કમાં ઘૂસેલા ચોરને પકડાવી મોટી ચોરી થતી બચાવી

- Advertisement -
Share

થરામાં આવેલી પ્રગતિ બેંકમાં ગત મોડી રાત્રે અજાણ્યો તસ્કર ચોરી કરવા માટે બેંકમાં પ્રવેશ્યો હતો. બેંકની બારી તોડી અંદર પ્રવેશી આરી પાનાથી બેંકનું લોક તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

 

 

બનાસકાંઠાના થરામાં ગ્રામ રક્ષક દળના જવાનની સમયસૂચકતાને કારણે બેન્કમાં ચોરી થતા અટકી ગઈ છે અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી જતા બેંકની ચોરી કરવા આવેલા તસ્કરોને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.

 

 

સામાન્ય રીતે કોઈ પણ ઘટના કે દુર્ઘટના થયા બાદ જ પોલીસ આવતી હોય છે તેવું મોટાભાગના લોકો માનતા હોય છે પરંતુ બનાસકાંઠાના થરા ની અંદર જીઆરડી જવાનની સમય સૂચકતાને કારણે એક બેંકમાં મોટી ચોરી થતાં અટકી ગઈ છે. જી.આર.ડી જવાને સતર્કતા દાખવી તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવતા ચોરને રંગેહાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 

 

થરામાં આવેલી પ્રગતિ બેંકમાં ગત મોડી રાત્રે અજાણ્યો તસ્કર ચોરી કરવા માટે બેંકમાં પ્રવેશ્યો હતો. બેંકની બારી તોડી અંદર પ્રવેશી આરી પાનાથી બેંકનું લોક તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે બહાર ફરજ બજાવી રહેલા જી.આર.ડી જવાન નારણભાઈને બેંકમાં કંઈક તોડવાનો અવાજ સાંભળતા જ તેઓ સતર્ક થઈ ગયા હતા.

 

 

તેઓએ તાત્કાલિક હોમગાર્ડ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ થરા પોલીસ અને બેન્ક ના મેનેજર પણ આવી આવી પહોંચ્યા હતા અને બેંકમાં તપાસ કરતા ચોરી કરેલા માટે આવીને છુપાયેલા તસ્કરને દબોચી લીધો હતો.

 

 

આ સમગ્ર ચોરીના પ્રયાસની ઘટન સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય રીતે રાત્રી દરમિયાન ફરજ બજાવતા પોલીસ નિષ્ક્રિયતાના કારણે અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ બનતી હોય છે.

 

 

ત્યારે થરામાં જીઆરડી જવાની સતર્કતા ના કારણે બેંકમાં મોટી ચોરી થતા અટકી ગઈ છે અને પોલીસે અને બેંક મેનેજરે હાશકારો અનુભવતા જી અરી ડી જવાનનો આભાર માન્યો હતો.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!