IGP જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ.
અંતર્ગત પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ બનાસકાંઠા પાલનપુરનાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના પો.સ.ઇ એમ.કે. ઝાલા તથા એ.એસ.આઈ. સાયબાભાઈ, સિકંદરખાન તથા હેડ.કોન્સ. વિનોદભાઈ, વનરાજસિંહ, ગીરીશભારથી, જીતેન્દ્રભાઈ, દિલીપભાઈ, ભરતસિંહ, અરજણભાઇ, હસમુખભાઈ તેમજ પો.કો.દિલીપસિંહ, સંજયસિંહ, દલજીભાઈ તથા સરદારભાઈ વિગેરેનાઓએ ચોક્કસ બાતમી આધારે 3 ઈસમોને ઝડપ્યા
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર ઉગમણા વાસ ગામની સીમમાં રહેતા (1) અજયભાઈ ઈશ્વરભાઈ રબારી (2) મનુભાઈ ઉર્ફે હર્ષદભાઈ ચમનભાઈ મેવાડા (સુથાર) (3) મેહુલભાઈ સોમાભાઈ મેવાડા ( સુથાર) (4) દિનેશસીંગ માણેકસીંગ ઠાકોર તથા (5) લક્ષ્મણજી બાબુજી વાઘેલા તા.ડીસા વાળાઓના ખેતરમાં પંચો સાથે નાર્કોટીકસ લગત રેઇડ કરતા તેઓના ખેતરના શેઢા ઉપર ગેરકાયદેસર રીતે માંદક પદાર્થ ગાંજાના છોડવાનું વાવેતર કરેલ.
જે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ.6344 જેનું વજન 407.16 કિલોગ્રામ કિં.રૂ.40,71,600/- તથા મોબાઇલ નંગ 2 કિં.રુ.10,500/- મળી કુલ મુદામાલ કિં.રુ.40,82,100/- નો તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત નં. 1, 4 તથા 5 વાળા ઇસમો હાજર મળી આવેલ તેમજ નં. 2 તથા 3 હાજર મળી આવેલ ન હોય ઉપરોક્ત તમામ ઇસમો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
From – Banaskantha Update