આજે સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ હતું જેમાં ડીસા નગરપાલિકાની 44 બેઠકમાંથી 27 બેઠક પર ભાજપનો વિજય થયો તો કોંગ્રેસને 1 સીટ, અપક્ષ 15 અને આમ આદમી પાર્ટી 1 સીટથી ખાતું ખોલ્યું જેમાં વોર્ડ નંબર 4નાં ચુંટાયેલા ઉમેદવાર પ્રજાની સમસ્યાઓની લઈને તેમની વચ્ચે પહોંચ્યા.
ગત મુદતમાં પણ ભાજપ શાસિત નગરપાલિકાની શાશન હતું જેમાં અમુક વિસ્તારોમાં ચોક્કસ સમય સુધી વિકાસના નવા કર્યો થયા તેમજ પ્રજાની સુખાકારી માટેની સગવડો મળતી તો છેલ્લા સમયે રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સાગવડોના કામ ધીમીગતિઓ થતા જોવા મળ્યા હતા.
આવી અનેકો સમસ્યાઓના મુદાઓ પર ડીસામાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત પાલિકાની ચુંટણીમા પોતાના 21 ઉમેદવારો મેદનમાં ઉતર્યા હતા જ્યારે આજે 21 પૈકી 1 ઉમેદવાર વિજય દવે નામના ઉમેદવાર વોર્ડ નંબર 4થી ચૂંટાઇ આવ્યા છે.
વોર્ડ નંબર 4નાં નવા ચૂંટાયેલા ઉમેદવાર વિજય દવે અને આપ કાર્યકર્તાઓ આશાપુરા સોસાયટીની મુલાકાતે પહોંચી ગયા અને પ્રજાની પડતી સમસ્યાઓ સાંભળી તેના નિકાલ માટે પાલિકાના મુખ્ય અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી સમસ્યાનું સત્વરે નિકાલ લાવવા રજુઆત કરી હતી તે દરમિયાન AAP નાં ભેમાભાઈ ચૌધરી સહિતના અન્ય કાર્યકર્તાઓ સાથે રહ્યા હતાને પ્રજાને પડતી સમસ્યાઓને ઝડપી નિકાલ કરાવવા માટેનું આશ્વશન પણ આપ્યું હતું.
From – Banaskantha Update