આમ આદમી પાર્ટીના કાર્યકરોને શંકા ના કારણે અહીં સ્ટ્રોંગરુમ આગળ બેસી ગયા

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસામાં ઇ.વી.એમ.માં કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય અને અદલાબદલી ના થઈ જાય તે માટે ગઈકાલે યોજાયેલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઇવીએમ સ્ટ્રોંગ રૂમ આગળ પહેરો ભરી રહ્યા છે અને આવતીકાલે મતગણતરી શરૂ થયા ત્યાં સુધી આ આપ ના ઉમેદવાર વારાફરતી સ્ટ્રોંગરુમ આગળ પહેરેદારી કરશે

બનાસકાંઠામાં ગઈકાલે ડીસા-પાલનપુર અને ભાભર નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે ચૂંટણી બાદ તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં પોલીસ જવાનોની કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ને પૂરેપૂરી શંકા છે કે શાસક પક્ષ દ્વારા ઇવીએમ મા છેડછાડ કરવામાં આવે છે અને ઇવીએમ ની બદલી દેવાય છે જેથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૂંટણી બાદ તરત જ સ્ટ્રોમ આગળ ઇવીએમની પહેરેદારી કરી રહ્યા છે

ડીસા માં ચૂંટણી બાદ તમામ ઇવીએમ એસ સી ડબલ્યુ હાઇસ્કૂલ માં આવેલ સ્ટ્રોંગરુમ માં રાખવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તેમ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને શંકા ના કારણે અહીં સ્ટ્રોંગરુમ આગળ બેસી ગયા છે અને આવતીકાલે મતગણતરી શરૂ થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો વારાફરથી પહેરેદારી કરશે


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!