ડીસા તાલુકાના જુનાડીસા ગામેથી જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા

- Advertisement -
Share

ડીસા તાલુકાના જુનાડીસા ગામે રાવળવાસમાં બંધ મકાનની બાજુમાં આવેલ ખુલ્લા વાડામાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમતા હોવાની ખાનગી રાહે બાતમી મળતાં પોલીસે ઓચિંતી રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતાં.

 

 

આ અંગેની વિગત જોઇએ તો, બનાસકાંઠામાં દારૂ અને જુગાર જેવી બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ સતર્ક બની છે અને જે લગત પેટ્રોલીંગ કરી આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

 

જ્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે રાવળ વાસમાં બંધ મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો હાર જીતનો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની ડીસા રૂરલ પોલીસને ખાનગી બાતમી મળતાં પોલીસે ઓચિંતી રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે પોલીસે આ ઇસમો પાસેથી રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ કિંમત રૂ.19,180 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

 

 

જ્યારે આ અંગે ડીસા રૂરલ પોલીસે (1) વિજયભાઇ મનુભાઇ છત્રાલિયા, રહે. જુનાડીસા, (2) મોસીનભાઇ અકબરભાઇ શેખ, રહે. ડીસા, (3) દલપતભાઇ નથાભાઇ પુનડીયા, રહે. ડીસા, (4) મહમદ ઇલિયાસ સિકન્દરખાન પરમાર, રહે. જુનાડીસા, (5) રાજુજી અબેસીંગ ઠાકોર, રહે. જુનાડીસાવાળા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!