ડીસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી – 2021 અંતર્ગત વધુમાં વધુ મતદારો મતદાનમાં સામેલ થાય અને બીજા મતદારોને પણ જાગૃત કરે એ હેતુથી વહીવટી તંત્ર ડીસા દ્વારા ડીસા શહેર મધ્યે ચૌધરી પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવવા આવતાં તમામ દ્વી ચક્રી અને ત્રી ચક્રી વાહનોના આગળના ભાગે મતદાન જાગૃતિના આકર્ષક સ્લોગન (સ્ટીકર) લગાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રવીણભાઇ સાધુ, આચાર્ય ચીમનલાલ હંસરાજ દોશી, હિતેશભાઇ દવે સી.આર.સી.કો., રમેશભાઇ જોષી, અલ્પેશભાઇ પટેલ અને પરેશભાઇ સવાયા, નગરપાલિકા ડીસા અને અન્ય શિક્ષક મિત્રો જોડાયા હતા.
જ્યારે વાહનો જ્યાં પણ ફરશે તે જ્યાં પણ પાર્ક કરવામાં આવશે તો દરેકને સ્લોગન વાંચવા મળશે. વાહન ચાલકો પણ સંપૂર્ણ સહકાર આપી આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહર્ષ જોડાયા હતાં અને 100 ટકા મતદાન કરાવવાનો સંકલ્પ લીધો હતો.
From – Banaskantha Update