ડીસા તાલુકાના મુડેઠા ગામનો 35 વર્ષિય યુવક જન્મજાતથી 90 ટકા અંધ હતો. ત્યારે એક વર્ષ પહેલા આ યુવકને વિચાર આવ્યો કે હું સૂરદાસ શું પરંતુ મારે હવે આત્મનિર્ભર બનવું છે. અને પોતાની હાથની કલાથી રંગબેરંગી અલગ-અલગ ડિઝાઈનના ખાટલા ભરી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.
ડીસા તાલુકાના મુડેઠા ગામના દશરથભાઈ ધુડાભાઇ જોશી જન્મથી 90% અંધ હતા પરંતુ 1 વર્ષ પહેલા કુદરતી રીતે તેમની આંખોની બચી રહી ગયેલી રોશની પણ ચાલી ગઈ હતી. ત્યારે તેમને એક વિચાર આવ્યો કે હું સુરદાસ છું મારે હવે આત્મનિર્ભર બનવું છે. ત્યારે પોતાની હાથની કલાથી રંગબેરંગી ડીઝાઇનના ખાટલા ભરવાની શરૂઆત કરી હતી.

ધીરે ધીરે સમગ્ર પંથકમાં દશરથભાઈએ સારી એવી નામના મેળવી હતી. ઉપરાંત માતા-પિતાને ખેતી તેમજ પશુપાલનમાં પણ મદદરૂપ થઇ રહ્યા છે. જેમાં ખેતરમાં ઘાસ વાઢવી તેમજ પશુઓને ખાણ પણ ખવડાવે છે.
દશરથભાઇ પોતે ધોરણ સાત પાસ છે. તેમને ભજન તેમજ લોકગીતો ગાવાનો અનેરો શોખ છે. જેઓ ગીતો ગાતા-ગાતા થોડીક જ વારમાં ખાટલો ભરી દે છે.
From – Banaskantha Update