દિયોદર તાલુકાના નવા ગામે મોટાભાગની ગૌચરની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે દબાણો કરી ખેતીનું વાવેતર કરતા આખરે ગ્રામ પંચાયતની રજુઆત બાદ દિયોદર વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના નવા ગામની સિમમાં આવેલ ગૌચરની જમીન પર અમુક લોકોએ ખોટી રીતે ગૌચરની જમીન પર ગેર કાયદેસર રીતે ગૌચરની જમીન કબ્જે લઈ ખેતીનું વાવેતર કર્યું હતું.
જેમાં ગામના જાગૃત નાગરિક દ્વારા ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજુઆત કરી હતી જેમાં ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરવા માટે દબાણ દારોને અનેક નોટિસો આપવામાં આવી હતી.

જેમાં દબાણ દારો દ્વારા દબાણ દૂરના કરતા આખરે ગ્રામ પંચાયત દ્વારા દિયોદર તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જાણ કરવામાં આવતા આજે દિયોદર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસનો કાફલો નવા ગામે જેસીબી મશીન સાથે પોહચ્યો હતો.
જેમાં ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ હતી અનેક રજુઆત કરાઈ હતી મોટાભાગની ગૌચરની જમીન પર દબાણ છે.
નવા ગામે 40 થી 50 હેકટર ગૌચરની જમીન પર દબાણ થયું હતું જેનું સર્વે કરી આજે અધિકારીની હાજરીમાં દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ. ગ્રામ પંચાયત દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચરની તમામ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવશે.
આ બાબતે ગૌચરની જમીન પર દબાણ કરનાર અમરતભાઈ પ્રજાપતિએ જણાવેલ કે બિન ખેડૂત અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે રાયડાનું વાવેતર કર્યું હતું જેમાં આજે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં તેમને ખુબજ નુકશાન આવ્યું છે.
From – Banaskantha Update