બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આજે ડિસા શહેરમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ભવ્ય રેલીનું આયોજન જરાયું હતું.
ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટીનો ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા જ્યારે ડીસા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આજે કાર્યકરો સાથે મુલાકત તેમજ ડીસાની જનતાને વિશ્વાસ અપાવવા માટે રેલીમાં જોડાયા હતા.
નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમીના તમામ ઉમેદવારોએ જનતા સમક્ષ ગેરંટી કાર્ડ રજુ કર્યું છે આ ગેરેન્ટી કાર્ડમાં તેમણે લોકોને વોરંટી નહીં પરંતુ નિષ્ઠાથી કામ કરવાની ગેરંટી પણ આપી છે.
ડીસામા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીયો જંગ જામશે કારણ કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ તો હતી જ પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ 44માંથી 22 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
આમ આદમી પાર્ટીના 22 ઉમેદવારો સાથે ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને પ્રચારની આજથી શરૂઆત કરી છે ત્યારે અત્યાર સુધી નેતાઓ માત્ર વચનો આપતા હતા પરંતુ તેની સામે આમ આદમી પાર્ટીએ લોકોને વચન નહિ પણ કામ કરવાની ગેરંટી આપી રહી છે.
આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહેલા તમામ ઉમેદવારો શિક્ષિત અને યુવાનો છે ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક અને વકીલ જેવા ઉચ્ચ અભ્યાસ વાળા ઉમેદવારો છે તેમજ આ ઉમેદવારોએ પણ ડીસાની જનતાને એક વાર તેમને તક આપવાની વિનંતી કરી છે.
એટલું જ નહિ પરંતુ તેઓની પાસે દારૂ પીવડાવવા માટે કે વોટ ખરીદવા માટે પૈસા નથી પરંતુ જીત્યા બાદ તેઓ લોકોની તમામ મુશ્કેલીઓને સંપૂર્ણપણે હલ કરશે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.