ડીસા સિવિલમાં પાર્કિંગમાંથી બાઇકની થઇ ઉઠાંતરી, દર્દીને ટિફિન આપવા ગયેલ યુવકનું બાઈક ચોરાયું

- Advertisement -
Share

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા સિવિલ ખાતે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની રાત્રી દરમિયાન ઉઠાંતરી થતા ડીસા ઉત્તર પોલિસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટ વાહનની ઉઠાંતરી થવાના બનાવોમાં વધારો થઈ રહ્યો જેમાં પોલિસ સામે અનેક સવાલો થઈ રહ્યા. ત્યારે ડીસા તાલુકાના રસાણા મોટા ખાતે રહેતા રૂપસિંગ નવાજી ધાડીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે.

 

 

જેમને ઘર વપરાશ માટે એચ એફ ડિલક્ષ બાઇક નંબર GJ-08-AH-2451 ઉપયોગ કરે છે જેમને તા 16 02 2021ના રોજ તેમના કાકાના દીકરા ધર્માજી સોનાજી ધાડિયાને શ્વાસની તેમજ ડાયાબીટીસની તકલીફ હોય તેમને ડીસા સિવિલ ખાતે દાખલ કરેલ હોઈ તા 17 02 2021 ના રોજ સાંજે ટિફિન આપવા ડીસા સિવલ પોતાનું એચ.એફ ડિલક્ષ બાઇક નંબર GJ-08-AH-2451 લઈ સિવલ ખાતે આવેલ ડીસા સિવલમાં પાર્કિગમાં બાઇક પાર્ક કરેલ

 

 

ત્યાર બાદ તેમના કાકાના દીકરા પાસે ગયેલા તેમના કાકાના દીકરા વધુ બીમાર હોઈ રાત્રી સિવિલમાં રોકાયેલ ત્યાર બાદ સવારે પાર્કિગમાં બાઇક પાર્ક કરેલ ન હોઈ આજુ બાજુ તપાસ કરતા કઈ ભાળ મળે ન હોઇ જેથી તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસ મથકે જઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!