ડીસા નગરપાલિકાના ભાજપના સક્રિય કાર્યકર અને પૂર્વ નગરસેવક તેમજ ખોડીયાર શક્તિ મંડળના પ્રમુખ દ્વારા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ધારાસભ્ય સામે આક્ષેપો કરવામાં આવ્યા.
ડીસા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ પરમારએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકીટ ન મળવાથી નારાજ થયેલા રાજુ પરમારએ આક્ષેપ કરે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ડીસાના ધારાસભ્ય સામે ઝૂકી ગઈ છે.
પાર્ટીએ એક વ્યક્તિ સામે ઝૂકી જઇ તમામ નિયમો નેવે મૂકી દીધા છે અને જૂના કાર્યકરોને અન્યાય કર્યો છે. નગરપાલિકામાં પક્ષ પલટો કરીને ગયેલા લોકોને પાર્ટી આ વખતે પણ ટિકિટ આપી તેમજ કોંગ્રેસ પક્ષમાંથી આવેલા લોકોને પણ ટિકિટ આપી જૂના કાર્યકરોને અન્યાય કર્યો હોવાથી જ તેઓ શક્તિપીઠના પ્રમુખ તરીકે તેમજ ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપી રહ્યા છે.
From – Banaskantha Update