બનાસકાંઠાના ડીસામાં વોડ નંબર 10માં મતદારો એકા એક મૌન ધારણ કરી લેતા નેતાઓને પરસેવો આવે એવી પરિસ્થિતિ સર્જાયી. સ્થાનિક લોકોએ સોસાયટી આગળ બોર્ડ લગાવીને રાજકીય નેતાઓના નાક દાબી દીધું છે પાંચ વર્ષમાં સોસાયટીના વિકાસ માટે કરેલી આજીજીનો હવે હિસાબ લેવા વોડ નંબર 10 મતદારોએ કમર કશી છે.
ખોટા વાયદાના આધારે પાંચ વર્ષ સુધી રખડાવતા આખરે મતદારોએ રંગ બતાવતા ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ માટે કપરા ચડાણ દેખાઈ રહયા છે પાણી રસ્તો ગટર અને સાફ સફાઈ મુદ્દે વારંવાર રજુઆત કરી હતી પણ વાત ધ્યાને ન લેતા આખરે ચૂંટણી ટાણે જ બેનર લગાવી મતદારોએ નેતાઓ સામે ગુગલી બોલ પર ચોકો મારતા રાજકીય નેતાઓને સત્ય સમજાઈ જાય એવી પરિસ્થિતિ આવી છે.
સોસાયટીના રહીશોનું કહેવું છે જ્યાં શુધ્ધિ પ્રાથમિક સુવિધાઓ નહિ મળે ત્યાં સુધી અમે વોટ પણ નહીં કરીએ કહેતા હવે જોવાનું એ રહ્યું કે સોસાયટીના રહીશોની તકલીફો દૂર કરવા નેતાઓ કયું રામ બાણ વાપરશે તે તો જોવાનું રહ્યું…
From – Banaskantha Update