ડીસાના પાટણ હાઇવે પર આવેલ સરસ્વતી સોસાયટીના બાજુમાં આવેલ એક ખેતરમાં ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહંચી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં સરમ જનક ઘટના સામે આવી છે. ડીસાના પાટણ હાઇવે નજીક આવેલ સરસ્વતી સોસાયટીની બાજુમાં એક ખેતર આવેલુ છે જ્યાં એક ભ્રુણ મળી આવતા ચકચાર મચીજવા પામી છે.
આજુબાજુના લોકોને જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ડીસા દક્ષિણ પોલિસ મથકે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં મનુભાઈ આસનાની જાણ કરતા મનુભાઈ પણ ઘટના સ્થળે દોડી આવી ખેતરમાંથી ભ્રુણને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડાયું હતું ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update