સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોરોના ગાયબ ??? શું રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ???

- Advertisement -
Share

નેતાઓની લાપરવાહી કોરોનાના રૂપમાં ભારે ન પડે તે જોવાની દરકાર !!!!!!

2020માં કોરોનાના કારણે ભયાનક પરિસ્થિતિ ઉત્પન્ન થતાં સરકારે સમગ્ર દેશમાં 90 દિવસનો lockdown આપ્યા બાદ અનલોકની શરૂઆત કરી હતી અને તેની સાથે સાથે આમ જનતાને માસ્ક પહેરવાનું તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની ફરજ પણ પડાઈ હતી.

જો જનતા માસ્ક ના પહેરે તો લાઠીની મિઠાઈ પીરસવાની સાથે સાથે ઝેર જેવા લાગતા દંડની વસુલાત પણ સરકારે હિટલરશાહી વાપરીને કરી હતી.

આ સમગ્ર અનલોકની પ્રક્રિયામાં શરૂઆતથી જ માત્ર નેતાઓને છૂટ આપવામાં આવી હતી નેતાઓ માટે ના માસ્ક પહેરવું ફરજીયાત હતું અને ના સોશિયલ ડિસ્ટન્સ નિભાવવો ફરજિયાત હતું.

નેતાઓ પોતાનું ધારે તે કરી શકતા હતા અને આ બાબત સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી સમયાંતરે સૌએ વિવિધ સમાચાર ચેનલો, સમાચાર પત્રો, સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોઈ જ હશે અને એ સભામાં હાજર નેતાઓને નહીં પણ આમ જનતાને કોસ્યા પણ હશે.

હાલમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોરોનાના ભય ઉપર નેતાઓનો બળ ભારી પડી રહ્યો છે વાત કરીએ બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તો બનાસકાંઠામાં રાજકીય પક્ષોની ટિકીટ મેળવી નગરપાલિકા ચૂંટણીઓના જાહેર થયેલા ઉમેદવારો માસ્ક વગર જ પોતાનો ચૂંટણી ઢંઢેરો પીટી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સના નામથી તો માનો તેઓ પરિચિત જ નથી.

નેતાઓનો આ બળ જોઈને તો આમ જનતા એ પણ કોરોનાનો ભય પોતાના મગજમાંથી કાઢી નાખ્યો છે 

કેટલાક લોકો તો હવે રસી આવી ગઈ છે જેથી સાવધાની રાખવાની જરુર નથી તેમ માની પોલીસ દ્વારા વસુલવામા આવતા દંડથી પણ ભયમુક્ત બન્યા છે. જાણે માત્ર રસીની હાજરીથી જ કોરોના ભાગી જશે.

અત્યાર સુધી સૌ કોઇએ કોરોના ઉપર વિજય મેળવ્યો છે તો એ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કારણે અને જો કોરોનાની સ્થિતિ વકરી છે તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાઓને કારણે અને એટલા માટે જ મુખ્ય ચુંટણી કમિશ્નરએ આ વખતે કોરોનાને ધ્યાનમાં લઈ ફોર્મ ભરતી વખતે વિશેષ સાવધાનીયો રાખવા બાબતની જોગવાઇ કરેલ હતી.

પણ આ તો રહ્યા આપણા નેતાઓ… એમને ક્યા કોઇ જોગવાઇ નડે છે અથવા તો એમ કહો તો વાંધો ના આવે કે જોગવાઇ એ તો ફક્ત જનતા માટે નેતાઓ માટે તો નેતા કરે એ જ જોગવાઇ…

અને પોલિસ પણ એવુ જ સમજે… નેતાજી બૈઠા છે ને શું ચિંતા… ત્યારે જ વગર માસ્કે ફરતા કોરોના ભયમુક્તજિવિયોની તાદાત વધી છે.

શું પોલિસ આ સ્થાનિક ચુંટણીઓ દરમિયાન કોરોનાને લોકોથી દુર રાખી શક્શે એટલે કે, લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની ફરજ પાડી શક્શે કે નેતાઓના પ્રભાવમાં જ રહી રસીકરણને કોરોના ઉપરની સંપુર્ણ વિજય સમજી કોરોનાને આમંત્રણ આપવામાં સહભાગી થશે..? આના રુઝાન તો ચુંટણી પત્યા પછી જ આવશે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!