પેછડાલ ગામના યુવકે મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાઇ છે.
ડીસા તાલુકાના ભાચરવા ગામની એક મહિલા પર પેછડાલ ગામના ડાયાભાઇ દેવરાજભાઈ ચૌધરીએ છરીની અણીએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
જ્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત જોઇએ તો મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે ડીસા તાલુકાના ભાચરવા ગામની એક મહિલા પોતાના ઘરે જઇ રહી હતી તે દરમ્યાન પેછડાલ ગામના ડાયાભાઇ દેવરાજભાઈ ચૌધરીએ છરીની અણીએ મહિલાનું અપહરણ કરી લઇ ગયો હતો.
તેને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે આ અંગે ડીસા રૂરલ પોલીસે મહિલાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update