બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવારના પતિનું આકસ્મિક નિધન થયું. છેલ્લા ઘણા સમયથી ગંભીર બિમારીના કારણે સારવાર હેઠળ રહેલા પૂર્વ નગરસેવક અને કોંગ્રેસ ઉમેદવારના પતિનું નિધન થતા કોંગ્રેસી છાવણીમાં શોકનો માહોલ છવાયો છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણીના મહાજંગ ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેવામાં ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર રાજશ્રીબેન ઠાકોરના પતિ નરસીહજી ઠાકોરનું દુઃખદ અવસાન થયું છે. શનરસિંહભાઈ ઠાકોરની બંને કિડની ફેલ થઇ જતા તેઓ છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા તેમજ રવિવારે વહેલી સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા નરસિંહભાઈ ઠાકોરનું દુઃખદ અવસાન થયું છે.
ડીસાના ઈન્દિરાનગર વિસ્તારની અંદર ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ એક વખત ભાજપ તેમજ અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતેલા નરસિંહજી ઠાકોરના આકસ્મિક અવસાનથી ઠાકોર સમાજ સહિત કોંગ્રેસ છાવણીમાં ઘેર શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
From – Banaskantha Update