બનાસકાંઠાના પાલનપુરમાં અમીરરોડ પર આવેલ એક મેડીકલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી. મેડીકલના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી. બેંક ઓફ બરોડા બેન્ક ઉપર આવેલા બી.કે નેશનલ મેડિકલના ગોડાઉનમાં લાગી આગ.
પાલનપુર અમીરરોડ પર આવેલ બી.કે નેશનલ મેડિકલના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનની બારીમાંથી ધુમાડાના ગોટેગોટા નજરે પડતા લોકોમાં અફરાતફરી મચી. આ આગ સોર્ટ-સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ઘટનાની જાણ થતા પોલીસ સહીત ફાયર-ફાઇટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી.

From – Banaskantha Update