તંત્ર દ્વારા કરવામાં આવતા વાયદાઓ પુરા ના કરતા વધુ એક વાર રસ્તો ચક્કાજામ થયો. બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે ગામના લોકોએ ચક્કાજામ સર્જ્યો રસ્તાની બાબતને લઇ ગામ લોકો રસ્તા પર ઉતરી આવી રોડને ચક્કાજામ કર્યો હતો.
ધાનેરાના સામરવાડા ગામ પાસે ડાયવરજનમાં આપેલ રસ્તો તૂટતા 10 માસથી લોકો અને વાહન ચાલકો થયી રહ્યા છે હેરાન પરેશાન જેને લઇ ગામ લોકોએ તંત્રથી કંટાળીને રોડને ચક્કાજામ કર્યો હતો. આ જ રસ્તા બાબતે ગામ લોકોએ અગાઉ પણ કર્યો હતો ચક્કાજામ. વારંવાર રજુઆત છતાં રસ્તો રીપેર ન થતા ગામ લોકો અને વાહન ચાલકો રોષમાં ભરાયા.
તૂટેલા રસ્તા બાબતે થયેલ ચક્કાજામમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે અકમક ઝરી હતી. ધાનેરા ધારાસભ્યએ પણ તંત્ર અને સરકાર પર દોષનો ટોપલો થોળ્યો. તંત્રએ રોડ રીપેર કરવાની ખાતરી આપી છતાં રસ્તો ન બનતા ગામ લોકોએ રોષ જતાવા ચક્કાજામ કરવાની જરૂર પડી હતી.
From – Banaskantha Update