બનાસકાંઠા વીજ જોડાણ માટે લાંચ માંગનાર GEB કર્મચારી લાંચ લેતાં ACB ના હાથે ઝડપાયા

- Advertisement -
Share

#Banaskantha માં વીજ જોડાણ માટે આટલી લાંચ માંગનાર GEB કર્મચારી લાંચ લેતાં ACB ના હાથે રંગેહાથ ઝડપાયા

 

બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર મોટાભાગની સરકારી કચેરીઓમાં ઘર કરી જતા વારમવાર અનેક કર્મચારી/અધિકારીઓ ACBનાં સકંજામાં ઝડપાઈ રહ્યા છે.જયારે તા.૦૨/૦૨/૨૦૨૧નાં રોજ જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.માં ફરિયાદ કરતા એક UGVCL નાં કર્મચારી ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા.

ACB Palanpur પાલનપુરનાઓને હકીકત મળેલ કે જિલ્લાના વિભિન્ન સ્થળોએ યુજીવીસીએલ દ્વારા કપાયેલા વિજ કનેકશન ને પુન:જીવીત કરવા માટે કાયદેસર ના નાણાં ઉપરાંત પોતાના અંગત લાભ માટે સ્થળ પર નાણાં લાંચ પેટે લેવામાં આવે છે.

જેથી આ કામે પાલનપુર એસીબી દ્વારા એક જાગૃત નાગરિક નો ડીકોયર તરીકે સહકાર મળેલ અને તેઓના કપાયેલા વીજજોડાણ ને પુનઃ જીવીત કરવા માટે તમામ કાયદેસર ના નાણાં પૈકી કોઈ જ ભરવાપાત્ર બાકી ન હોવા છતાં વિજજોડાણ પુન:જીવીત કરવા સમયે ઉપર જણાવેલ હેલ્પરનાઓએ સ્થળ પર ૱ ૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.

 

સહકાર આપનાર ડીકોયર :- એક જાગૃત નાગરિક

આરોપી :- અમરતભાઈ બી પ્રજાપતિ , ઉંમર ૪૩

હેલ્પર , વર્ગ ૩ , જલોતરા સબ સ્ટેશન , યુજીવીસીએલ , પાલનપુર.

તારીખ :- ૨/૨/૨૦૨૧

લાંચની માંગણીની રકમ. :

રૂ.૫૦૦/-

લાંચમાં સ્વીકારેલ રકમ. :

રૂ.૫૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:

રૂ.૫૦૦/-

 

ટીમ

ડીકોય કરનાર અધિકારીઃ-

એન એ ચૌધરી

પોલીસ ઇન્સપેકટર

એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર

સુપર વિઝન અધિકારીઃ-

શ્રી કે.એચ.ગોહિલ,

મદદનિશ નિયામક

એ.સી.બી. બોર્ડર એકમ

ભૂજ.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!