નગરપાલિકાની ચૂંટણી પૂર્વે બનાસકાંઠાના ધાનેરામાં ઠેર ઠેર દારૂની રેલમછેલના વિડિઓ થયા વાયરલ. બનાસકાંઠાના ધાનેરામાં ઠેર ઠેર ધમધમી રહી છે દારૂની હાટડીઓ જેના વિડીઓ વાઈરલ થતા પોલીસ સામે ઉઠી રહ્યા છે સવાલો.
#Banaskantha બનાસકાંઠામાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે દારૂની રેલમછેલના વિડિઓ થયા વાયરલ pic.twitter.com/oyCY7Go8fd
— Banaskantha Update (@bknasamachar) February 1, 2021
ધાનેરામાં ઠેર ઠેર બિન્દાસ્ત વેચાતો અને પીવાતો દેશી દારૂના વિડિઓ થયા વાયરલ અલગ અલગ ત્રણ કરતા વધુ જગ્યાના વિડિઓ સામે આવતા પોલીસ સામે ઉઠયા સવાલો શું પોલીસ છે નિંદ્રામાં ..? આમ ખુલ્લેઆમ દારુની રેલમછેલના વિડિઓ બહાર આવતા જાણવા મળ્યું સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચાઈ રહ્યો છે. દારૂની હાટડીઓ બાબતે સ્થાનિક પોલીસની કામગિરીને સ્થાનિક લોકોએ વખોડી.
આ કોઈ પહેલીવાર જોવા મળતા દ્રશ્યો નથી અગાઉ પણ શહેરમાં અનેક વાર શહેર વચ્ચે દારૂડિયાઓએ તમાશો કર્યો હોવાના વીડિયો થયા હતા વાયરલ. આ બધા દ્રશ્યો બાદ ધાનેરામાં લઠાકાંડ થશે તો કોણ લેશે જવાબદારી તે સવાલ બન્યો સળગતો. જિલ્લા પોલીસ વડા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી.