બનાસકાંઠામાં કાલે ચાર સ્થળો પર રેશનકાર્ડ વિતરણનો ઓનલાઈન કાર્યક્રમ યોજાશે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રહેશે ઉપસ્થિત

- Advertisement -
Share

ગુજરાત રાજયમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – 2013ની જોગવાઈઓ અંતર્ગત તા. 13/10/2020ના ઠરાવ અન્વયે નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમનું બનાસકાંઠા જિલ્લામાં કાલે તા.20/01/2021ના રોજ બપોરે-2.00 થી 3.30 કલાક દરમ્યાન ચાર જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામે થી ઈ-માધ્યમથી ઓનલાઈન ઉપસ્થિત રહેશે.

 

 

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં ચાર સ્થળો પર રેશનકાર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (1) એ. પી. એમ. સી. પાલનપુર ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત અને ઇ.ચા. કલેકટર અજય દહીયા ઉપસ્થિત રહેશે. (2) એ. પી. એમ. સી. થરાદ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, (3) પેપરાળ પ્રાથમિક શાળા, તા. લાખણી ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા અને (4) થરપાકર લોહાણા મહાજન વાડી ભાભર ખાતે ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાના હસ્તે રેશનકાર્ડ ધારકોને કાર્ડ એનાયત કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા જણાવાયું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!