ડીસા રાણપુર ઉગમણો વાસની બાજુમાં આવેલી કેનાલમાંથી અંદાજે સાત ફુટનો અજગર કેનાલમાંથી નીકળી કેનાલની બાજુમાં આવેલા લીમડાના ઝાડ ઉપર ચડતાં ગામવાશી જોઈ જતાં ત્યાંના જાણકાર વ્યક્તિઓ દ્વારા સદભાવના ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા વનવિભાગને સાથે રાખે સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ગામના લોકોને હાશકારો થયો હતો અને રેસ્ક્યુ કરેલ અજગરને વનવિભાગ દ્વારા તેના કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે તેવું વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
