નવસારીમાં ઇકો પોઇન્ટના તળાવમાં બોટે પલટી મારતા દોઢ વર્ષની બાળકી સહિત ત્રણના મોત

- Advertisement -
Share

નવસારીના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારની સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતી વખતે અચાનક બોટ પલટી ગઈ હતી. બોટમાં 15 જેટલા લોકો હતા સવાર, ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી લાપતા લોકોને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત 3 ના મોત નીપજ્યાં છે જ્યારે 3 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

 

 

જાણવા મળતી પ્રાથમિક જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સોલધરાના ઇકો પોઇન્ટમાં શનિ-રવિની રજા માણવા માટે દુરથી સહેલાણીઓ આવતા હોય છે. દક્ષિણ ગુજરાતના આકર્ષણના કેન્દ્ર સમા ઇકો પોઇન્ટમાં દુરલ્ભ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે, આજે રવિવારે અનેક સહેલાણીઓ અહીં આવ્યા હતા. સાંજના સમયે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતી વખતે એક બોટ પલટી ગઇ હતી જેમાં 15 જેટલા પ્રવાસીઓ બેઠા હતા બોટ પલટી ગઈ હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો અને અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!