test

ડીસાની પાંજરાપોળમાં 400થી વધુ ઘેટાં બકરા અમદાવાદ કોર્ટના આદેશ મુકવામાં આવ્યા.

- Advertisement -
Share

ડીસાની પાંજરાપોળમાં 400થી વધુ ઘેટાં બકરા અમદાવાદ કોર્ટના આદેશ મુકવામાં આવ્યા.

એક મહિના અગાઉ ગેરકાયદેસર કતલખાને જતા 454 ઘેટા-બકરા નિકોલ પોલીસ દ્વારા છોડાવી અમદાવાદની પાંજરાપોળને ક્સ્ટડી આપવામાં આવી હતી પણ જે પાંજરાપોળને આટલી મોટી સંખ્યા આપેલ જીવોને રાખવા માટેની પૂરતી વ્યવસ્થા ના હોવાથી સ્વ.ભરતભાઈ કોઠારીને અહીં બેઠા ખૂબ ચિંતા કરતા હતા કે જો અમદાવાદની પાંજરાપોળમાં વ્યવસ્થા ના હોય તો આ જીવોનું શુ થશે અને કોઈ મોટી પાંજરાપોળ કે જેમાં પૂરતી ઘેટાં બકરા રાખવાની વ્યવસ્થા હોય ત્યાં સોંપવામાં આવે અથવા ડીસા પાંજરાપોળને કોર્ટે સોંપે તો પણ સ્વિકાર કરવા સહમત હતા અને આખરે અમદાવાદની કોર્ટોનો એક મહિના બાદ આદેશ પણ થયો અને તે ગુનાના કામે જીવિત તમામ ઘેટાં બકરાને ડીસાની પાંજરાપોળને સારસંભાળ માટે કૉર્ટના આદેશ મુજબ મુકવામાં આવ્યા.

તા.12/12/2020નાં રોજ અમદાવાદ દાસ્તાન સર્કલથી નિકોલ જવાના માર્ગે જીવદયાપ્રેમીઓ દ્વારા શંકાસ્પદ બે ટ્રકો રોકવી જોતા તેમાં ખીચોખીચો ક્રુરતા પૂર્વક ઘેટા-બકરા જોવા મળતા સ્થાનિક કાર્યકર્યાઓએ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા બંને ટ્રકોમાં ઘેટા-બકરા જોવા મળેલ અને સ્થળ પર ઘેટા-બકરા જીવ ગણવા મુશ્કેલ હતા અને તેમાં ઘાસચારાની વ્યવસ્થા પણ ન હતી તેમજ પરમીટનો ભંગ થતો હોવાનું મળી આવતા બંને ટ્રકો અને ટ્રક ચાલકોને કબજે કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ બંને ટ્રકોમાં ભરેલ ઘેટા-બકરા જીવોનો સાચવણી માટે અમદાવાના હાથીજણ વિસ્તારમાં આવેલ આશા ફાઉન્ડેશન પાંજરાપોળમાં બને ટ્રકોને લઇ જવામાં આવી હતી ત્યારે ટ્રક નંબર: GJ-08-Y-5575માં ઘેટા નંગ 151 તથા બકરા નંગ 72 કુલ્લે ઘેટા-બકરા 223 ભરેલ હતા. તેમજ અન્ય ટ્રક નંબર: GJ-09-AV-3818માં ઘેટા નંગ 95 તથા બકરા નંગ 136 મળી કુલ્લે 231 આમ બંને ટ્રકોમાં કુલ ઘેટા-બકરા જીવ 454 મળેલ તેની પોલીસે ફરિયાદમાં જણાવેલ રકમ મુજબ 19,01,000/- તથા બંને ટ્રકની કીમત રૂ.20,00,000/- મળી કુલ 39,01,000/- મત્તાનાં મુદામાલ મળી આવેલ હતો.

ટ્રક સાથે મળી આવેલ ઇસમો વિરુધ પોલીસે પશુઓ પ્રત્યેનો ઘાતીયપણું અટકાવાનો અધિનિયમ 11(1)(D),11(1)E, આઈ.પી.સી.114 અને મોટર વાહન અધિનિયમ 192 મુજબની કલમો લગાવી ગુન્હો નોધી આગળની કાયવાહી હાથ ધરી હતી.

પકડાયેલ ઇસમોના નામની વિગત

૧.રહેમાન દિલાવર હાલીપોતરા રહે. બાડમેર,રાજસ્થાન
૨.જુનેદ સુલેમાન ખાનજી રહે.મોડાસા,જી.અરવલ્લી
૩.જમીલ ઈસ્માઈલભાઈ ખેરડા રહે.મોડાસા,જી.અરવલ્લી
૪.મજના અહમદ આલીસર રહે.બાડમેર,રાજસ્થાન
૫.અજીજ અકબર ફકીર રહે.બાડમેર,રાજસ્થાન
૬.મુસ્તુફા મુખત્યાર કુરેશી રહે.રાણીપ,અમદાવાદ
૭.સમીર સલીમ કુરેશી રહે.રાણીપ,અમદાવાદ
૮.સિકંદર હારુન ભટ્ટી રહે.દેવજીપુરા,અમદાવાદ
૯.સાહીદ રહેમત કુરેશી રહે.અખ્ખર,ડીસા,બનાસકાંઠા

ઉપરોક્ત વિગતે 454 ઘેટા-બકરા જીવ પકડાયેલ હતા તે આશા ફાઉન્ડેશન રાખેલ હતા તેમાંથી તા.12/01/2021 ના રોજ અમદાવાદ કોર્ટે જીવિત 415 ઘેટા-બકરા જીવોને બનાસકાંઠાનાં ડીસા તાલુકમાં આવેલ  રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવાનો હુકમ કરેલ હતો.

તા.13/01/2021 નાં રોજ નિકોલ પોલીસે ગુના કામે પકડેલ 454 પૈકી જીવીત 415 ઘેટા-બકરાઓને આશા ફાઉન્ડેશન,અમદાવાદથી ડીસાની શ્રી રાજપુર ડીસા પાંજરાપોળમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરી જે મુજબ મોડી રાત્રે 415 ઘેટા-બકરાઓને  રાજપુર ડીસા પાંજરાપોળ,કાંટ મુકામે લાવતા પાંજરાપોળના સ્ટાફ દ્વારા તમામ પશુઓને ઉતરવામાં આવ્યા અને તેમને ખોરાક-પાણી તેમજ યોગ્ય સારવાર આપવાનું શરૂ કરેલ તેમાં સ્થાનિક પાંજરાપોળનાં પશુ ચિકિસક ના કહ્યા મુજબ ઘણા બધા ઘેટાં બકરાની હવામાનના કારણે તબિયત નાજુક છે તેને રેસ્ટ અને સારવરની તાતી જરૂર છે તે અમો આપી રહ્યા છીએ.મળતી માહિતી મુજબ કાંટ પાંજરાપોળમાં વર્તમાને પણ 700 કરતા વધુ ઘેટા-બકરા તેમજ અન્ય જીવો સહીત 8500 કરતા વધુ પશુઓ આશ્રિત છે અને મોટાભાગના પશુઓ આમ કતલખાને જતા,પોલીસ કે કોર્ટના આદેશથી મુકવામાં આવેલ છે જેના રાખરાખવા માટે મહિને 1 કરોડ કરતા વધુનો ખર્ચ થઈ રહ્યો છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!