સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણને કરાયા સ્થગિત, વાટાઘાટો માટે સમિતિની રચના

- Advertisement -
Share

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના જીતેન્દ્રસિંહ માન, ડો. પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિશેષજ્ઞ) અને અનિલ શેતકારી સહિત કુલ ચાર લોકો રહેશે.

 

 

આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થવાની સાથે CJIએ જણાવ્યું કે અમે ખેડૂતોનું રક્ષણ કરીશું, ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇ કૃષિ કાયદા હેઠળ જમીન નહીં લઇ શકે. અમે કાયદાની માન્યતાની તપાસ કરીશું.

સુપ્રીમ કોર્ટમાં વકીલે જણાવ્યું કે ખેડૂતોનું કહેવું છે કે ચર્ચા માટે ઘણાં લોકો આવે છે પરંતુ મુખ્ય માણસ જે પ્રધાનમંત્રી છે તે નથી આવતા. સામે CJIએ કહ્યું અમે PMને આવવા માટે ન કહી શકીએ અને આમ જોવા જઈએ તો તે કોઈ પક્ષ પણ નથી.

 

 

કૃષિ કાયદાને પડકાર આપનારી અરજીઓ પર સુનાવણી દરમિયા CJIએ ક હ્યું કે સમિતિ આ મામલામાં ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. અમે કાયદાઓને સસ્પેન્ડ કરવાની યોજના બનાવી રહ્યાં છે પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં હોય.

ખેડૂતો તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલે એમએલ શર્માએ કહ્યું કે ખેડૂતોનું કહેવું છે કે ઘણા વ્યક્તિઓ ચર્ચા માટે આવ્યાં હતા, પરંતુ આ વાતચીતના જે મુખ્ય વ્યક્તિ છે, પ્રધાનમંત્રી ન આવ્યાં. જેના પર CJIએ કહ્યું કે અમે પ્રધાનમંત્રીને કહી ના શકીએ કે તમે મીટિગમાં જાઓ. તેઓ આ કેસમાં કોઇ પક્ષકાર નથી. 

CJIએ કહ્યું કે અમે એક સમિતિ એટલે બનાવી રહ્યાં છે કે અમારી પાસે એક સ્પષ્ટ તસ્વીર છે. અમે એ તર્ક નથી સાંભળવા માગતા કે ખેડૂત સમિતિમાં નહી જોડાય. અમે સમસ્યાને હળ તરીકે જોઇ રહ્યાં છીએ. જો તમે ખેડૂતો અનિશ્ચિત સમય સુધી આંદોલન કરવા ઇચ્છો છો તો તમે એવુ કરી શકીએ છીએ. 

 

 

—— ખેડૂતોની દલીલ —–

કોર્ટ જ અમારી અંતિમ ઉમ્મીદ છે
ત્રણેય કૃષિ કાયદા રદ કરવા જોઇએ
બેઠકમાં PM મોદી કેમ નથી આવતા?
વૃદ્ધ, મહિલા અને બાળકો આંદોલનમાં ભાગ નહીં લે
ખેડૂત કાલની જગ્યાએ આજે જ મરવા તૈયાર છે
કાયદો રદ કરવામાં આવે, અમે કમિટીની સામે નથી જવા માગતા
જમીન કોર્પોરેટને આપવાની તૈયારી થઇ રહી છે

 

કોર્ટે શું કહ્યું?

અમે સાંભળ્યુ કે ગણતંત્ર દિવસમાં અડચણ લાવવાની તૈયારી કરી રહ્યો છો
કાયદાના અમલને સ્થગિત કરવું અમારા હાથમાં છે
કૃષિ મંત્રીનો વિભાગ છે, અમે PM મોદીને ન કહી શકીએ કે તેઓ બેઠકમાં ભાગ લે
અમે તમારું નિવેદન રેકોર્ડ પર લઇ રહ્યાં છીએ
અમે આ કેસને જીવન અને મૃત્યની રીતે નથી જોઇ રહ્યા
અમારી સામે કાયદાની વૈધતાનો સવાલ, બાકી મુદ્દા કમિટીના સામે
અંતરિમ આદેશમાં કહીશું કે જમીનને લઇ કોઇ કોન્ટ્રાક્ટ નહીં થાય

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!