બનાસકાંઠા હિંદુ સમાજે રોષ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું લવ જેહાદનો કાયદો લાવવાની કરી માંગણી, બનાસકાંઠા હિંદુ સમાજે રોષ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
પાલનપુરમાં ગત સોમવારે મૂળ પાલનપુર તાલુકાના ધાણધા ગામનો અને સુરતમાં સરકારી નોકરી કરતો શખ્સ પાલનપુર ખાતે રહેતી હિંદુ સમાજની યુવતીનું અપહરણ કરી ગયો હતો. યુવતીના પરિવારજનોએ પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી. જેમાં જણાવ્યા મુજબ યુવતીને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી તેણીને ડરાવી ધમકાવી ખોટી સહિઓ કરી કરાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારને અંધારામાં રાખી ખોટી રીતે લગ્નની નોંધણી કરાવી અને યુવતીને અજ્ઞાત સ્થળે ગોંધી રાખી. જો સાત દિવસમાં યુવતીને તેના વાલીને સોંપવામાં નહી આવે તો બનાસકાંઠા જિલ્લા બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠામાં લવ જેહાદનો બનાવ પહેલીવાર નથી બન્યો અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે. અમારી હિન્દુ બહેનોને વિધર્મી લોકો લલચાવી, ફોસલાવી અન્ય જગ્યાએ રાખવામાં આવે છે. હિન્દુ સમાજના તમામ સંગઠનો કલેકટર જોડે આશા રાખીએ કે સાત દિવસમાં અમારી દીકરી અમને પાછી આપો નહિતર ઉગ્ર આંદોલનો સાથે બંદનું એલાન,ચક્કાજામ સહિત ના કાર્યક્રમો યોજવામાં આવશે. લવ જેહાદ સામે કાયદો બનવો જોઇએ.: હરગોવિંદ સિરવાડિયા (અગ્રણી)

દેશમાં લવ જેહાદનું દુષણ સામાજીક વ્યવસ્થાને તોડી મરોડીને સૌહાર્દને મોટું નુકશાન પહોચાડી રહ્યું છે. ત્યારે લવ જેહાદનો કાયદો લાવવાની માંગ સાથે સોમવારે બનાસકાંઠા હિંદુ સમાજ દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. હિન્દુ યુવતીને ફસાવવાની ઘટનાએ જિલ્લામાં હલચલ મચાવી છે.તેના વિરોધમાં સોમવારે હિંદુ સમાજ સંગઠન દ્વારા બનાસકાંઠા કલેકટરને આવેદન આપી લવ જેહાદનો કાયદો બનાવવા અને ફસાયેલી દીકરીઓને છોડાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જેઓ રેલી નિકાળી કલેકટર કચેરી તેમજ જિલ્લા પોલીસવડાની કચેરી આગળ આક્રોશ પૂર્વક જયશ્રીરામના જયઘોષ સાથે વાતાવરણ ગુંજવી દીધુ હતુ. અને કાયદાની માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય કરણીસેના સહિત વિવિધ હિંદુ સંગઠનોના અગ્રણીઓ તેમજ હિંદુ સમાજના વિવિધ જ્ઞાતિઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.