ડીસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દિનપ્રતિદિન બની રહેલી આ અકસ્માતોની ઘટનાઓને લઈને લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આજરોજ શુક્રવારના બપોરના સમયે બનાસ નદીના પુલ નજીક એક ટેન્કર ચાલકે બાઇક ચાલકને હડફેટમાં લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજયું હતું આ મામલે તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે.
મળેલ માહિતી મુજબ ડીસા શહેરમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને માલગઢ ગામમાં જમીન તેમજ પાર્લર ધરાવતા જગદીશભાઈ ચમનાજી ગેલોત શુક્રવારે બપોરે પોતાનું બાઇક લઇને ડીસાના બનાસનદીના પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઇ ટેન્કર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં જગદીશભાઈને ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક ખાનગી વાહન મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને ગંભીર ઇજાઓ થવાના લીધે તેમનું મોત નિપજ્યું હતું આ ધટના પગલે પોલીસ દ્વારા તેમના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ મામલે ડીસા તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update