કોરોના મહામારી વચ્ચે થરાદ તાલુકાના કેશર ગામે લગ્ન પ્રસંગમાં યોજાયેલી પાર્ટીમાં લોક ગાયિકા કાજલ મહેરીયા ગીતો ગાવા આવી હતી દાંડિયા રાસ પાર્ટીમાં ગીતો ગાઈને લોકોની ભીડ એકઠી કરતાં કાજલ સામે નોંધાયો હતો ગુનો. જીલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનું ઉલ્લંઘન કરતાં પોલીસે કાજલ મહેરીયા તેમજ લગ્ન આયોજક સામે નોંધ્યો હતો ગુનો.
188, 269 તેમજ 51 બી મુજબ ગુનો નોંધાતાં કાજલ મહેરિયાને પોલીસ મથકે આવવાનો વારો આવ્યો હતો 29 નવેમ્બરના રોજ રાત્રીના સમયે યોજાઈ હતી દાંડિયા રાસ પાર્ટી જેમાં કાજલે ગીતો ગાઈને લોકોની ભીડ જમા કરી હતી. 16 ડિસેમ્બરે પોલીસને જાણ થતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. લોક ગાયિકા કાજલ મહેરીયા જામીન પર મુક્ત થતાં હાશકારો અનુભવ્યો પરંતુ જામીન પર છુટકારો મળતાં લોક ગાયિકા શર્મિદા મોઢે તેઓની ગાડી તરફ ભાગી હતી.
From – Banaskantha Update