ફરીયાદીના કાકાનું ગોડાઉન ખંભાત G.I.D.C માં આવેલ હોય તે ગોડાઉનમાં આર.આર. સેલની રેડ થયેલી અને ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ 60 લાખ રૂપિયા લાચની માંગણી કરેલ અને રકઝકના અંતે 50 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ.
જે નાણાં તારીખ 31/12 /2020ના રોજ બપોરે 02 વાગ્યે આપવાનો વાયદો હતો, ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોય ફરીયાદીએ A.C.Bની વડી કચેરીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કર્યું.
આરોપીએ જણાવેલ સ્થળે ફરીયાદી પાસે રુપિયા 50,00,000/- ની લાંચની માંગણી કરી નાણા રૂપિયા 50 લાખ સ્વીકારી પકડાઈ જઈ આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો.
ગુન્હાનુ સ્થળ: હેવમોર હોકો ઇટરી વિદ્યાનગર રોડ આણંદ
ફરીયાદી: એક જાગૃત નાગરિક
આરોપી: પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ઉ.વ.46, એ.એસ.આઈ , નોકરી. આર આર સેલ અમદાવાદ રહે. સિદ્ધિવિનાયક, આણંદ
ટ્રેપીંગ અધિકારી: એસ.એમ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.
સુપર વિઝન અધિકારી
એન. ડી. ચૌહાણ,
મદદનીશ નિયામક
ઇન્ટે. વિંગ ફિલ્ડ-3 એ.સી.બી. ગુજરાત રાજ્ય અમદાવાદ.