ડીસામાં એક જ અઠવાડિયામાં દુકાનમાં આગની લાગવાની બીજી ઘટના સામે આવી. ડીસાના લાલચાલી વિસ્તારમાં આવેલ જલારામ કોમ્પલેક્ષમાં ફુટવેરની દુકાનમાં ભયંકર આગ લાગી માતાજી ફૂટવેર નામની દુકાનમાં મોડી રાત્રી દરમિયાન શોર્ટ સર્કીટથી લાગી આગ. ડીસા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પોહંચી જતા આગ પર કાબુ લેવાયો હતો.
રાત્રી દરમિયાન આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઇ નહિ પરંતુ દુકાનદારને આગના કારણે મોટું નુકસાન પહોંચ્યું. દુકાનમાં આગ લાગતા 25 લાખથી વધુના બુટ-ચપ્પલ બળીને રાખ થઇ ગયા અને દુકાનમાં પડેલ રોકડ રકમ 4 લાખ 81હજાર રોકડ રૂપિયા પણ બળીને ખાખ થયા. આવા કોરોના કાળના કપરા સમયમાં જ્યાં વેપારમાં મંદીનો માહોલ છે એવામાં લાખો રૂપિયાનું નુકશાન થતાં વેપારી મુંઝવણમાં મુકાયા.
From – Banaskantha Update