રાજસ્થાનના માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીમાં વધારો થવાની સાથે તાપમાન માઇનસ ડિગ્રી થઈ ગયું છે ત્યારે મંગળવારે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયા બાદ બીજા દિવસે બુધવારે પણ માઇનસ 4.2 ડીગ્રી નોંધાયું હતું જેના લીધે પર્યટકો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા અને માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકો હાડ થીજવતી ઠંડીના પગલે રૂમમાં જ પુરાઈ રહ્યા હતા.
હાલમાં નવા વર્ષની ઉજવણીને લઇ અનેક લોકોમાં નવા વર્ષની ઉજવણી કરવાની થનગનાટ જોવા મળી રહી છે અને હાલમાં ખાસ કરીને ગુજરાતીઓની ઉજવણી કરવા માટે રાજસ્થાનના માઉન્ટ આબુ, ગોવા, દીવ, દમણ જેવા સ્થળોની પસંદગી કરતા હોય છે પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના લીધે અનેક સ્થળો પર રાત્રી દરમિયાન કર્ફ્યુ લગાવામાં આવ્યું છે જોકે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ 31 ડિસેમ્બરના રોજ લોક ડાઉન હોવાના સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફરતા થયા છે પરંતુ આ મેસેજ તદ્દન ખોટા હોવાનું માઉન્ટ આબુના વહીવટી તંત્રે જણાવ્યું છે.
હાલમાં માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને તાપમાન માઇનસ ડિગ્રી પર પહોંચી ગયું છે ત્યારે સોમવારે માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ બીજા દિવસે ઠંડીમાં વધારો થવાની સાથે તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયું હતું અને બુધવારે પણ માઇનસ 4.2 નોંધાયું છે. આ હાડપિંજર ઠંડીના પગલે ફરવા આવેલા પર્યટકો રૂમમાં જ પુરાઈ રહ્યા હતા તો બીજી તરફ નક્કી લેક તેમજ અનેક ગાડીઓ અને હોટલો ઉપર બરફની ચાદર પથરાઈ ગઈ હતી અને હજુ પણ આગામી દિવસોમાં માઉન્ટ આબુ ઠંડીમાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
From – Banaskantha Update