આ નરાધમે તો ક્રુરતાની હદ્દ કરી : પાલનપુરના ગઢ ગામમાં એક શખ્સે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડી

- Advertisement -
Share

પાલનપુરના ગઢમાં ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેકટરની પાછળ બાંધી કૃરતાપૂર્વક ઢસેડતો વિડિયો વાઇરલ થતાં અરેરાટી પ્રસરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગાયને રંજાડનારાં તત્ત્વોને ઝડપી લઇ તેમની સામે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં સોશિયલ મિડિયા પર સોમવારે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં ટ્રેકટરચાલક અને તેની પાસે બેઠેલો શખ્સ એક ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેકટરની પાછળ બાંધી ક્રૂરતાપૂર્વક ઢસેડી રહ્યો હતો. ગાય વારંવાર પોતાનું માથું ઊંચું કરી ઊભી થવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકતી નહોતી અને વારંવાર જમીન ઉપર પટકાઈ તરફડિયા મારે છે.

 

 

 

ક્રિકેટના મેદાનમાં પ્લાસ્ટરની પીચ પરથી જ ગાયને ઢસડવામાં આવી રહી છે. આ વિડિયો વાઇરલ થતાં જ જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ વિડિયો પાલનપુર તાલુકાના ગઢ ગામનો અને ચામુંડા માતાજીના મંદિર નજીકની ઘટના હોવાનું સામે આવ્યું હતુ, જેને પગલે ગઢ પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં જ ગાયને ટ્રેકટર નંબર GJ.09.AF.1025 પાછળ ઢસડનારા ગઢ ખાતે રહેતા જેસુગભાઈ રાજસંગભાઈ કરેણ તેમજ તેમનો ભાગિયો અમરતજી ભારાજી ઠાકોર(બળોધણા) (રહે ઇન્દરવા તા.ભાભર હાલ રહે ગઢ)ને ઝડપી લઇ તેમની સામે પોલીસ ખુદ ફરિયાદી બની પશુ ક્રૂરતા નિવારણ એકટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

ગઢ ગામે આવેલા ક્રિકેટના મેદાનમાં કેટલાક યુવકો મેચ રમી રહ્યા હતા. એ દરમિયાન નરાધમો ટ્રેકટરની પાછળ ગાયને બાંધી આવ્યા હતા, જે પૈકી એક યુવકે વિડિયો ઉતારતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!