ડીસા હાઈવે પર તમાકુ ભરેલી ગાડી પલ્ટી મારતા અફડાતફડી મચી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ડીસા શહેરમાં ડીસા હાઈવે પર રચના કન્ટ્રક્શન કંપની દ્વારા ઓવરબીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી અને સર્વિસ રોડ તૂટીફૂટી હાલતમાં જોવા મળ્યા છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે આજે રાત્રી દરમિયાન ડીસા પાલનપુર હાઈવે પર ટાફે ટ્રેક્ટર શોરૂમની સામે તમાકુ ભરેલી આઇસર ગાડી સર્વિસ રોડ ઉપર નેશનલ હાઇવે પર ચડવા જતા અચાનક તમાકુ ભરેલી ગાડી પલ્ટી ખાતાં અફડાતફડી મચી જવા પામી હતી.

 

 

 

જોકે ગાડી પલટી ખાતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો રાત્રે દરમિયાન બનેલી અકસ્માતની ઘટનાને લઇ કોઈ જાનહાનિ થઇ હતી નહિ જો આ અકસ્માત દિવસે સર્જાયો હોત તો કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો હોત ત્યારે ડીસા નેશનલ હાઇવે ઓથોરીટી રચના કન્ટ્રક્શન કંપની દ્વારા ઓવરબ્રીજની અને બેદરકારીના લીધે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

 

 

 

 

કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે અનેક સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડી ગયેલા હોય વાહનચાલકો ડ્રાઇવિંગ કરતા સમયે કંટ્રોલ કરી શકતા ન હોય ત્યારે જિલ્લાના નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો તેમજ બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રચના કન્ટ્રક્શન કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!