બનાસકાંઠામાં કોરોનાના સમયમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધતું જોવા મળી રહી છે વારંવાર લૂંટ, હત્યા, ચોરી, મારામારી, દુષ્કર્મ જેવી અનેકો ઘટના સામે આવી રહી છે તો બીજી તરફ કોવીડ-19ની ગાઈડલાઈન્સ અને નિયમોના પણ ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે જયારે ગત સોમવારે ખેડૂતો પાસેથી લીધેલી દાડમના નાણાં ચૂકવવા કાર લઈ થરાદ જવા નીકળેલા વેપારી સંજયભાઇ પરમારની ગળે ફાંસો આપી હાથ બાંધેલી હાલતમાં થરાદ પાસે કેનાલમાંથી લાશ મળી હતી તેનો ભેદ ઉકેલાયો.
ડીસાની શાંતિનગર સોસાયટીમાં રહેતા વેપારી સંતોષભાઇ ઉર્ફે સંજયભાઇ પરમાર (માળી) સોમવારે સવારે રૂપિયા 41 લાખ લઇ ખેડૂતો પાસેથી લીધેલા દાડમના નાણાં ચૂકવવા માટે કાર લઇને થરાદ ગયા હતા. જેમનો ગળે ફાંસો આપી હાથ બાંધેલી હાલતનો મૃતદેહ મંગળવારે થરાદ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવી હતી આ અંગે મૃતકના ભાઇએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગૂનો નોંધી હત્યારાઓનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
સંતોષભાઇ ઉર્ફે સંજયભાઇ પરમાર (માળી) સોમવારે સવારે થરાદ પંથકમાં ખેડૂતો પાસેથી લીધેલા દાડમના નાણાં ચૂકવવા માટે ઘરેથી રૂપિયા 30,00,000 અને બેંકમાંથી રૂપિયા 11,00,000 એમ મળી કુલ રૂપિયા 41,00,000 લઇને તેમની સ્વિફટ કાર નં. GJ.08.AP.3950 લઇને નીકળ્યા હતા.
જોકે મોડી રાત્રે વાત થયા બાદ તેમનો કોઇ સંપર્ક ન થતાં સવારે પરિવારજનો થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા નીકળ્યા હતા તે દરમિયાન થરાદ નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી એમનો ગળે ફાસો આપેલો અને હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં પરિવારજનો થરાદ હોસ્પિટલમાં દોડી ગયા હતા આ અંગે તેમના ભાઈ સેવકરામ દેવલ પરમાર (માળી)એ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી હત્યારાઓનું પગેરુ શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જયારે આજે થરાદમાં ચાર દિવસ અગાઉ ડીસાનાં વેપારીની લૂંટ કરી હત્યા થઇ હતી તેનો ભેદ ઉકેલાયો જેમાં વેપારીએ જ વેપારીની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. દાડમની સાથે ખરીદી કરતા રમેશ નાનજી ચૌધરી અને કિરણ ઠાકોરે સાથે મળી લૂંટ કરી હત્યા કરી હતી પોલીસે બંને હત્યારાઓ સહિત રોકડ સહિત સીફ્ટ કાર જપ્ત કરી.
From – Banaskantha Update