દાંતીવાડાના કોટડા ભાખર ગામમાં ગાયોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી મળતી વિગત મુજબ કોટડા ગામે ગાયોને દોવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોતનો મામલો સામે આવ્યો હતો આ ઘટનામાં એક સાથે 11 ગાયોના મોત નિપજ્યા હતા જેના લીધે ખેડૂતના માથે આભ ફાટ્યું હતું અને ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો. ગાયોને કરન્ટ મશીનમાં શોર્ટ થતા લાગ્યું હોવાનું સામે આવતા બનાસડેરીની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી અને ઘટનાની જાણ કરાતા GEB, પોલીસ અને મશીન કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
From – Banaskantha Update