ડીસા શહેર બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય વહેપારી મથક અને બટાટા નગરી તેમજ જીવદયા, ધર્મની નગરી છે પણ કેમ જાણે ડીસાની દિશા ઉલટી દિશામાં ચાલી રહી છે. ડીસા શહેર સવા લાખ કરતા વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે વેપાર રોજગાર ક્ષેત્રે પણ આગળ છે તેમજ રાજકીય રીતે પણ ખુબજ સક્રિય છે જયારે વર્તમાનમાં દેશમાં ભાજપની સરકાર રાજ્યમાં અને ડીસા વિધાનસભાના ધારાસભ્ય પણ ભાજપનાં અને આવા શાશનવાળી ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિકસના કામો તેમજ સ્વચ્છ ભારત સ્વચ્છ ગામનું સ્વપનું ડીસા નગરપાલિકા દ્વારા જાણી જોઈ રોળવામાં આવતુ હોય તેવો ઘાટ ઘડાતા ડીસાની દશા અને દિશા બંને બદલાઈ ગઈ છે.
ડીસા વેપારનું મુખ્ય મથક છે જેમાં સવા લાખ કરતા વધુની જનસંખ્યા છે તેમજ ડીસામાં મોટાભાગના રાજકીય નેતાઓનું નિવાસ સ્થાન છે તેમ છતાં છેલ્લા કેટલા વર્ષથી વિકાસના નામે કરોડો રૂપિયાઓનું ઉપયોગ થયાનાં અહેવાલ મળી રહ્યા છે ત્યારે આજે પણ ડીસા પ્રાથમિક સુવિધાઓથી દુર જોવા મળી રહ્યું છે નવા રોડ રસ્તા બનવા તો દુર પણ ભૂગર્ભ ગટરનું કામ પણ હજુ સુધી અધૂરું પડ્યું છે અને તેના કારણે ડીસાનાં જાહેર માર્ગો મોટાભાગના તૂટેલી હાલતમાં પડેલ છે અને આ માર્ગે પરથી રોજના હજારો રાહદારીઓ પસાર થતા પીડા વેઠી રહ્યા છે
ફક્ત ઉદાહરણરૂપી વાત કરવમાં આવે તો ડીસા જલારામ મંદિરથી બગીચા અને બગીચાથી ફુવારા થઇ ગાંધીજી સર્કલ સુધીનાં મુખ્ય માર્ગો તોડયા બાદ અધુરી કામગીરીનાં કારણે જયારે આ માર્ગો પરથી લોકો પસાર થતા હોય છે ત્યારે તેમને ખાડા ટેકરા તેમજ મોટી માત્રમાં ધૂળનો સામનો કરવો પડે છે જયારે એક તરફ કોરના મહામારી તો બીજી બાજુ શિયાળામાં ખાસકરીને શ્વાસની તકલીફ ધરવતા નાગરીકો માટે તો જાણે મોટી ગંભીર બીમારીનું નિમંત્રણ સમાન છે.
જયારે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો જાહેર માર્ગો પર કચરા પેટીઓનાં અભાવનાં લીધે જાહેરમાર્ગો તેમજ જાહેર જગ્યાઓ પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને જયારે થોડા સમય પહેલા જ ડીસા નગરપાલિકા દ્વારા મોટા મોટા હોડીંગ લગાવી જાહેરાત કરવામાં આવી હતી “સ્વચ્છ ડીસા અને પ્લાસ્ટીક મુક્ત ડીસા” ત્યારે તે શબ્દો ફક્ત હોડીંગ પુરતા હતા જયારે હકીકત તેનાથી વિપરીત અવસ્થામાં છે ડીસાની ચારે કોર જ્યાં જુઓ ત્યાં મોટી માત્રમાં પ્લાસ્ટીકનો કચરો જોવા મળી રહ્યો છે.
આ પ્લાસ્ટિકનાં કારણે ગંદકી તેમેજ આમ માનવ સાથે સાથે રખડતી ગાયો માટે મોતનો સામાન બની ગયો છે કચરાના ઢગમાં ખોરાકની શોધમાં ફરતી ગાયો પ્લાસ્ટીક પણ આરોગી જાય છે જયારે તે પ્લાસ્ટિકનો નાશ નથી થતો તે પ્લાસ્ટિક ગાયના પેટમાં ગયા બાદ તે ગાયના જીવ માટે મોટો ખતરો બની જાય છે ત્યારે આમ ડીસા નગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ એક અખબારમાં કરોડો રુપયાના અનેકો વિકાસના કામો ગણાવી વાહ-વાહી લુટાવી રહી છે જયારે જમીની હકીકત કઈ અલગ જ છે.
તમારા વોર્ડની સમસ્યાઓની વિગત અને ફોટો અમને મોકલી આપો
From – Banakantha Update