પાલનપુર SBI હાઇવે બ્રાન્ચમાં શનિવારે એક ગ્રાહક બેંકમાં ગયેલા અને પાસબુક એન્ટ્રી કરાવવા જતા કોરોના પોઝિટિવનું બહાનું ધરી પાસબુક એન્ટ્રીનો ઇન્કાર કર્યો હતો જેથી ગ્રાહકે બોર્ડના ફોટા પાડતા મહિલા મેનેજર રોષે ભરાયા હતા અને બેન્કમાં ફોટો પાડવો ગુનો છે તેમ કહેતા ગ્રાહકે ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. દરમિયાન બેંકના સ્ટાફે બોર્ડ ફાડી નાખ્યું હતું. ગ્રાહક હિમાંશુ પરિખે જણાવ્યું કે હાઇવે SBIમાં પાસબુક એન્ટ્રીની બહાર કોરોના પોઝિટિવનું બહાનું બનાવી એન્ટ્રી કરવાનો ઇન્કાર કર્યો હતો જયારે ફોટો પાડ્યો ત્યારે બેન્ક મેનેજર ફોટા પડવાની ના કહેતા બેન્કના સ્ટાફે બોર્ડ ફાડી નાખ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરી ખોટું કરવામાં આવી રહ્યું હતું.
From – Banaskantha Update