બનાસકાંઠાના અમીરગઢ પાસે આજે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના કરૂણ મોત નિપજ્યા. મળતી માહિતી પ્રમાણે અમીરગઢ પાસે ઈકબાલગઢ – કપાસીયા જતા માર્ગ પર શુક્રવારના રોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી. જેમાં બે બાઇક સવાર લોકો આ ઘાટનામાં વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે બંને યુવકોને અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
અકસ્માતમાં બંને યુવકોને બાઈક પરથી નીચે પટકાતા બંનેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોએ ટેલિફોનિક જાણ કરતા અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને યુવકોની લાશને પી.એમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
—- મૃતકોના નામ —-
1 ગમાભાઈ ભૂરાભાઈ કોળી
2 માનસાભાઈ દેવાભાઈ કોળી
બંને મૃતકો ધનપુર (કપાસિયા)ના રહેવાશી હતા.