થરાદ પંથકની યુવતિ માસીના ઘરે ગઈ હતી તે દરમિયાન લાખણીના ટરુવા ગામના ચાર નરાધમોએ તેનું અપહરણ કરી ઉંટવેલીયા ગામની ગૌચર લઈ જઈ યુવતિ પર એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઝેરી દવા પીવડાવી કેનાલ પર મુકી નાસી છૂટયા હતા. યુવતિના કહેવા પ્રમાણે બે વર્ષ અગાઉ આજ વ્યક્તિએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ ફરિયાદ નોંધાવતાં પોસ્કો હેઠળ ધરપકડ કરી જેલને હવાલે કરાયા.
થરાદ પંથકની યુવતિ પોતાની બહેન અને માતા સાથે પોતાના માસીના ઘરે ડીસા ગઈ હતી અને ડીસામાં તેના માસીના ઘરે સવારના અંધારામાં લાખણી તાલુકાના ટરુવા ગામના ચાર નરાધમોએ તેનું અપહરણ કરી તેને થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામની આવેલી પડતર ગૌચર જમીનમાં લાવેલા અને તેઓ ચાર ઈસમોમાંથી એક ઈસમ પથુ શંકરાએ યુવતિ ઉપર છરીની અણીએ દુષ્કર્મ આચર્યું અને તે બાદ યુવતિને ધમકી આપી જો કોઈને કીધું તો તેને જાનથી મારી નાખશે. ત્યારબાદ યુવતિને ઝેરી દવા પીવડાવી અને તે યુવતિને કેનાલ પર મુકી ગયેલા હતા. પરંતુ યુવતિને ભાન આવતા તે યુવતિને ચાર ઈસમો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મુકીને નાસી છૂટયા હતા. ત્રણ દિવસ પછી યુવતિ ભાનમાં આવતા તમામ ઘટનાની હકીકતની તેના પરિવારને જાણ કરી હતી.