વેડફાતુ ભોજનનો સદુપયોગ થાય એ હેતુ થી અક્ષયરથ સેવા શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -
Share

એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધાનેરા દ્વારા અબોલ સેવા-જીવદયા રથની સેવા

ધાનેરા અને તેની આસપાસના વિસ્તારમાં એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. ગત વર્ષે ભુખ્યાને ભોજન અને સમાજિક પ્રસંગે વેડફાતુ ભોજનનો સદુપયોગ થાય એ હેતુ થી અક્ષયરથ સેવા શરૂ કરવામાં આવી હતી.

ધાનેરા અને તેની આસપાસના વિસ્તારમાં વન્ય કે પાલતુ પશુ, પક્ષીઓ કે જે કોઈ અકસ્માત, વીજકરંટ કે જંગલી પ્રાણીઓના હુમલા થી ઇજાગ્રસ્ત થાય છે એમને તાત્કાલિક સારવાર મળી રહે અને એમનો જીવ બચી શકે એ માટે ધાનેરા તાલુકાના સોડાલ ગામે ચાલતી અખંડ જીવ મૈત્રી ધામ પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી ગૌતમભાઈ શાહ ના માર્ગદર્શન થી અબોલ સેવા જીવદયા રથ બનાવાનો વિચાર કરવામાં આવ્યો. આ માટે સોડાલ પાંજરાપોળના માર્ગદ્રષ્ટા એવા ગુરુ ભગવંત શ્રીમદ વિજય સોમસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત પુણ્યસુંદર સુરિશ્વર મહારાજ સાહેબ, તથા શ્રુત સુંદર મહારાજ સાહેબના આશીર્વાદ લેવા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પારસભાઈ સોની તથા ઉમાકાંતભાઈ, હિતેશભાઈ, સંજયભાઈ અને વિષ્ણુભાઈ કરજણ મુકામે મળવા ગયા અને ગુરુ ભગવંતે અબોલ સેવા જીવદયા રથના વિચારને આશિર્વાદ આપી આ શુભ કાર્યને વધાવી લીધું અને જીવદયાના આવા સુંદર કાર્ય કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે સંપૂર્ણ સહકાર આપવાની પણ ભાવના દર્શાવી.

ગુરુ ભગવંતના આશીર્વાદથી ધાનેરા ક્ષેત્રમાં અબોલ જીવ સેવા માટે નવી ઉર્જાનો સંચાર થયો અને એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા રથ બનાવવા માટે નવી ગાડી ખરીદી અને શુભ મુહૂર્તમાં તેને વધાવામાં આવી અને ટુંક સમયમાં સેવા શરૂ થશે અને આ અબોલ સેવાથી ધાનેરા અને તેની આસપાસના લગભગ ૧૦૦ જેટલા ગામડાઓમાં વન્ય પશુ પક્ષીઓ કે જે એકસીડન્ટ, વીજ કરંટ કે અન્ય જંગલી પ્રાણીઓના હુમલાથી ઘાયલ થાય છે તેમને બચાવવામાં ખૂબ જ મોટું યોગદાન રહેશે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!