ડીસાના ખેડૂતની સિદ્ધિ! બનાસકાંઠાના ભોંયણ ગામના ખેડૂતે કરી જીરેનીયમ ઓઇલની ખેતી, 1 લિટરની 14 હજાર છે કિંમત

- Advertisement -
Share

ગુજરાતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતે જીરેનીયમ ઓઇલની ખેતી કરી. હાલમાં આ ખેડૂત એક લીટર તેલમાંથી ચૌદ હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહિ પણ અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ વળે અને ખેતીમાંથી પહેલા કરતા વધુ આવક મેળવે તે માટે અપીલ કરી રહ્યા છે.

ભારત દેશમાં જીરેનીયમ તેલની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જીરેનીયમની ખેતી મોટાભાગે વિદેશમાં થાય છે અને તેની માંગ પણ બહારના દેશમાં સૌથી વધુ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ એક પ્રગતિશીલ ખેડૂતે આ જીરેનિયમની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે. ડીસા તાલુકાના ભોંયણ ગામે રહેતા શ્રીકાંતભાઈ પંચાલ તેમને અભ્યાસમાં ગ્રેજ્યુશન કરેલ છે.

નાની ઉંમરે શ્રીકાંતભાઈએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી છે. 2019માં માત્ર બે વિગામાં જીરેનીયમ ઓઇલની ખેતી કરવાની શરૂવાત કરી હતી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!