પૌત્રીની સગાઈમાં 6000નું ટોળું એકઠું કરનાર પૂર્વ MLA કાંતિ ગામીતની ધરપકડ, અન્ય 18 વ્યક્તિ પણ સાણસામાં

- Advertisement -
Share

પૌત્રીની સગાઈમાં છ હજાર જેટલા લોકો એકઠા કરનારા ભાજપના નેતા કાંતિ ગામિત (BJP Leader Kanti Gamit)ની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અને હાઈકોર્ટ (Gujarat Highcourt)ની ટકોર બાદ સરકારે કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવાનો આદેશ તાપી જિલ્લા (Tapi District) પોલીસ વડાને આદેશ આપી દીધો છે. આ મામલે પોલીસે કાંતિ ગામીતની ધરપકડ કરી છે અને બિનજામીનપાત્ર કલમ ઉમેરવામાં આવી છે. કાંતિ સાથે તેમના 18 અન્ય સગાઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો છે.

મંગળવારે સામે આવેલા વીડિયો બાદ તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે ગુનો દાખલ થયો છે. પોલીસ સ્ટેશન ખાતે જીતુ ગામિત સામે કોરોનાની ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ થયો છે. જોકે, બુધવારે બપોર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવ નહોતી પરંતુ બુધવારે કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે.

તાપી જિલ્લા ખાતે બીજેપીના નેતાના ઘરે યોજાયેલા પ્રસંગના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ મામલે કોર્ટે સરકારને સવાલો પૂછ્યા હતા કે, પ્રસંગમાં આટલી ભીડ ક્યાંથી આવી? અમે આ અંગેનો વીડિયો જોયા છે. સરકારે છ હજારની ભીડ સામે શું પગલાં લીધા? આ મામલે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે રજુઆત કરી હતી કે, આ કેસમાં રાજ્ય સરકારના આદેશથી પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે આ મામલે તપાસના પણ આદેશ આપ્યા છે.

મંગળવારે તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. જેમાં જોઈ શકાતું હતું કે, સોનગઢનાં ડોસવાડા ગામમાં સગાઈ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અહીં એક સાથે છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. એટલે કે આખું ગામ એકઠું થયું હતું. કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વાયરલ વીડિયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. છ હજાર લોકો એકઠા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ તો કેવી રીતે જળવાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત તમામ લોકોએ માસ્ક પહેરી રાખ્યું હશે તેવી આશા રાખવી થોડી વધારે પડતી છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે લગ્ન પ્રસંગમાં 200 લોકોની મંજૂરી હતી તેને પરત લઈને ફક્ત 100 લોકોને મંજૂરી આપી છે. બીજી તરફ ભાજપના જ એક નેતા આ નિયમની ઐસીતૈસી કરી રહ્યા છે.

આ મામલે વાતચીત કરતા બીજેપી નેતા કાંતિ ગામિતે જણાવ્યું હતું કે, “અમે કોઈને બોલાવ્યા ન હતા. તમામ લોકો જાતે જ આવ્યા હતા. દર વર્ષે તુલસી વિવાહના દિવસે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ. આ વખતે મારી પૌત્રીની સગાઈ હતી. અમને કોરોનાની ગાઇડલાઇનનું ભાન હતું. ગામડાઓમાં કોરોના નથી. શહેરમાંથી આવતા લોકો કોરોના લઈને આવે છે. અહીં લોકો માસ્ક પણ નથી પહેરતા.”


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!