પ્રથમ નવરાત્રિનાં દિવસે 12 વર્ષયી કિશોરી સાથે નારાધમે દુષ્કર્મ આચારી કરી કરપીણ હત્યા

- Advertisement -
Share

સમગ્ર દેશમાં બળાત્કાર અને હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઈના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે બળાત્કાર કરી ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી. સમગ્ર ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઈના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી. વાત છે દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામની કે જ્યાં એક બાર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. એક દિવસ અગાઉ ગુમ થયેલી મુકબધીર હની માળીને ગુમ થયા મામલે ડીસા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ વહેલી સવારે મોટી ભાખર ગામની સીમમાંથી એક સગીરાનું ગળું કાપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા પોલીસને હની માળીની લાશ હોવાનું સામે આવ્યું. સગીરાની પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા જિલ્લાની એલસીબી, દાંતીવાડા પોલીસ, ડીસા ઉત્તર તેમજ રૂરલ પોલીસ સહિત ડીસા ડિવિઝનના મોટાભાગના અધિકારીઓ ગુનાના આરોપીને શોધવા માટે કામે લાગ્યા હતા. જે મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને સત્વરે ઝડપી પાડયો હતો. પોતાના બાઈક પાછળ બેસાડી આરોપી મુકબધીર અને લઈ જતો માલુમ પડતાં જ પોલીસે આરોપી નિતીન માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો હની અને નીતિન મામા ફોઈના સંતાન છે. હની બાળપણથી જ મુકબધીર હતી. જ્યારે નિતીનની ઉંમર 25 વર્ષ જેટલી થઇ ગઇ હોવા છતાં હજુ સુધી લગ્ન થયા ન હતાં. પોતાની શારીરિક સુખ સંતોષવા માટે તેણે પોતાની મામાની દીકરીને જ પોતાના હવસનો શિકાર બનાવી. હની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ નિતીનને ડર હતો કે તેનો ગુનો બહાર આવશે તો મોટી મુશ્કેલી સર્જાશે. જે ડરના કારણે છરી વડે નીતિને હનીનું ગળું કાપી હત્યા કરી.

નોંધનીય છે કે, કિશોરીની કોઇ જ ભાળ ન મળતાં તેના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ કરી હતી અને બાદમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હાલ પીડિતના પરિવારના લોકો આરોપીઓને કડક સજા મળે તેવી અપીલ કરી રહ્યા છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!