જીલ્લાની ગૌશાળા-પાંજરાપોળનાં પશુઓ સાથે સરકારી કચેરીએ પ્રોટેસ્ટ કરવા માટે જીલ્લા કલેકટરને લેખિતમાં માંગવામાં આવી મંજુરી
અગાઉ પણ ત્રણ-ત્રણ વખત પશુઓને કચેરીએ લાવ્યા બાદ સરકારે સહાયની રકમ ચુવી હતી.
કોરોના અને લોકડાઉનમાં સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ ખરાબ થતા દાન પર જ નિર્ભર ગૌશાળા પાંજરાપોળોને મળતું દાન બંધ થઇ જતા આ સંસ્થાઓમાં આશ્રિત ગૌવંશ સહિતના જીવોને નિભાવવા મુશ્કેલ બની જતા તેનામાં નિભાવ માટે સરકાર પાસે સંચાલકોએ વારંવાર રજુઆતો કરી હતી જેને લઈને સરકારે એપ્રિલ અને મે માસની સહાય આપતા આ સંસ્થાઓની આર્થિક આંશિક રાહત મળી હતી અને તેમને આશા હતી કે કોરોના કપરા કાળમાં દાનની આવક બંધ થઇ છે પણ સરકાર સહાય કરે છે તો આ કપરો કાળ પણ નીકળી જશે તે વાતનો હજુ હાશકારો અનુભવ્યો હતો.
જયારે જુન મહિનો પૂર્ણ થયો અને સહાયની કોઈ રકમ સરકાર તરફથી નાં મળતા સંચાલકો મુજવણમાં મુકાયા અને સરકરમાં લેખિતમાં ફરી રજુઅતો કરી કે આપે જે સહાય કરી તે ઓછી હતી પણ તેનાથી થોડી રાહત મળી રહેતી હતી પણ હવે જુન જુન મહિના સહાય બંધ છે તે સત્વરે ચાલુ રાખવામાં આવે તેમ કરતા સમય વીત્યો અને સરકરે કોઈ દરકાર નાં લીધી અને જુન માસ બાદ જુલાઈ માસ પણ પૂર્ણ થયો અને ગૌશાળા પાંજરાપોળો દેવાના ડુંગર નીચે દાબવા લાગી ત્યારે સંચાલકોએ સરકાર સામે લડી લેવાનો મૂડ બનાવ્યો હતો.જેના ભાગરૂપે ૧૦ દિવસ અગાઉ બજરંગ ગૌશાળા-ગેળા ખાતે બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળનાં સંચાલકોની બેઠક મળી હતી અને તે સમયે નક્કી નક્કી કરાયું હતું કે સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆતો કરી છે તેમછતાં કોઈ પરિણામ ન દેખાતા મીટીંગનાં અંતે સંચાલકોએ ગણેશ ચોથ સુધી સરકારના સહાયની જાહેરાતની રાહ જોશું અને જો તે બાદ ક્રમ્બંધ આંદોલનની શરૂઆત કરવાનું નક્કી કરેલ હતું.
જયારે સરકારને આપેલ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થવા આવતો હોઈ આજે બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન દ્વારા જીલ્લા કલેકટરને એક પત્ર લખી ક્રમશઃ રોજેરોજ જીલ્લાની ૧૫૪ ગૌશાળા પાંજરાપોળમાં આશ્રિત ૭૦૦૦૦ કરતા વધુ અબોલજીવોને સરકારી કચેરીઓમાં લઇ જઈ ત્યાં શાંતિપૂર્વક ગાંધીચિંધ્યા માર્ગે માંગણીઓ સાથે આંદોલન કરવા માટે તા.૨૩/૦૮/૨૦૨૦ થી શરુ થનાર હોઈ જેમાં જીલ્લાની તમામ ગૌશાળા-પાંજરાપોળ-જીવદયા સંસ્થાઓ જોડાવાની હોઈ આવશ્યક તમામ રીતે જરૂરી પરવાનગી અને બંદોબસ્ત માટેની અમારી માંગણી કરી છે.
હવે જોવાનું રહ્યું છે કે સરકારનાં ગૌશાળા પાંજરાપોળનાં સંચાલકોની માંગ પૂર્ણ કરે છે કે ગૌશાળા પાંજરાપોળનાં સંચાલકો તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનાં ભાગરૂપે હજોરો ગૌવંશ સહિતના પશુઓને સરકારી કચેરીએ લઈને આવે છે અને લાવ્યા બાદ તે સમયનો માહોલ કેવો શર્જાશે તે તો આનાવાર સમયમાં જ ખબર પડશે.